________________
રપ. રૂઢપ્રયોગો અને કહેવતો રૂઢપ્રયોગો : નીચેના વાક્યો વાંચો : ૧. મને તો એમ હતું કે રમણભાઈના હાથ આભે પહોંચ્યા છે. ૨. મોટા ભાઈના કાન કોઈકે ફૂંક્યા લાગે છે. ૩. હિતેશે કાકાની આંખમાં ધૂળ નાખી. ૪. ધૂળ પડી તારા નામ પર ! ૫. કેરીની સોડમ આવી અને સ્તુતિના મોંમાં પાણી છૂટ્યું.
આવા કાળા અક્ષરે છાપેલા શબ્દોનો અર્થ આપણે વાચ્યાર્થ પ્રમાણે નથી કરતા, પણ ચાલતી આવેલી રૂઢિ પ્રમાણે જ કરીએ છીએ. “આભે હાથ પહોંચવા એટલે બહુ જ મોટા અને બળવાન હોવું; કાન ફૂંકવા એટલે મનમાં વહેમ પેસાડી દેવો; “આંખમાં ધૂળ નાખવી એટલે છેતરવું; ધૂળ પડવી એટલે ધિક્કાર હોવો; “મોંમાં પાણી છૂટવું એટલે ખાવાનું મન થઈ જવું એવો અર્થ જ આપણે સમજતા હોઈએ છીએ.
રૂઢપ્રયોગો દરેક ભાષામાં હોય છે અને ભાષાનો અર્થ અભિવ્યક્ત કરવાની શક્તિને એ ઘણા ઉપકારક નીવડે છે. ઘણી વાર એકાદ સમુચિત રૂઢપ્રયોગ દ્વારા ભાવ જેટલી સચોટતાથી વ્યક્ત થઈ શકે છે તેટલો અનેક વાક્યો દ્વારા થઈ શકતો નથી. દાખલા તરીકે “જ્ઞાનેશે વાંચી વાંચીને લોહીનું પાણી કરી નાખ્યું, પણ એના ભાગ્યમાં જ જશ નહિ એટલે બીજું શું થાય ?" એમ આપણે કહીએ ત્યારે “લોહીનું પાણી કરી નાખ્યું” એ ચાર શબ્દો દ્વારા જે અસાધારણ મહેનતનો ભાવ સૂચવાય છે તે બીજી રીતે સૂચવાવો મુશ્કેલ હોય છે.
રૂઢપ્રયોગો અને કહેવતો એ બેની વચ્ચે તફાવત છે. કહેવતો પરેપરો અર્થ વ્યક્ત કરનારાં વાક્યો છે; તેથી સ્વતંત્ર વાક્ય તરીકે એને વાપરી શકાય છે. રૂઢપ્રયોગો ઘણુંખરું ક્રિયાપૂરક કે વિશેષણ તરીકે વપરાય છે. એટલે તેમને એકલાં વાપરી શકાતા નથી, અને ક્રિયાપૂરક તરીકે વપરાય ત્યારે પણ અમુક વિશિષ્ટ ક્રિયાપદની સાથે જ એ વપરાતાં હોય છે. દાખલા તરીકે લોહીનું પાણી” એ શબ્દો પછી “કરવું” કે “થઈ જવું” ક્રિયાપદ જ મૂકી શકાય. આમ, ઘણાખરા રૂઢપ્રયોગો અમુક ખાસ ક્રિયાપદ સાથેનાં રૂઢપ્રાપ્ત
૧૭૮