________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૭૯ ક્રિયાપૂરકો હોય છે અને એનો રૂઢાર્થ લેવાથી જ વાક્યનું તાત્પર્ય સમજી શકાય છે.
જે શબ્દો જે ક્રમમાં વાપરવાની ભાષાની રૂઢિ હોય તે જ શબ્દો તે જ ક્રમમાં વાપરવા જોઈએ. દા.ત. આપણે ત્યાં ‘પેટ પકડીને હસ્યો' એમ કહેવાની રૂઢિ છે. તેને બદલે ‘ઉદર પકડીને હસ્યો’ એમ ન કહેવાય. તેમ જ ઢોરઢાંખર, વાસણકુસણ, ચીજવસ્તુ વગેરે શબ્દોની ઊલટસૂલટ કરીને ઢાંખરઢોર, કૂસણવાસણ, વસ્તુચીજ એમ કહેવાય નહિ.
નીચે થોડા પ્રયોગો આપ્યા છે તેનો અભ્યાસ કરો : (૧) એના તો અગત્યના વાયદા હોય છે.
(એની મુદત કદી પૂરી થતી જ નથી હોતી.) નાની બહેન તો બાની આંખની કીકી છે. - (બહુ જ વહાલી છે.) એ એમ એકનો બે થાય તેમ ક્યાં છે ? .
(પોતાની હઠ છોડે તેમ ક્યાં છે ?) (૪) ભાઈનો સ્વભાવ જ એક ઘા ને બે કકડા કરવાનો હતો.
(તડ ને ફડ, ચોખેચોખ્ખું કહી દેવાનો હતો.) પુલિનને તો બા મળી એટલે ગોળનું ગાડું મળ્યું. (વધુમાં વધુ ગમતી વસ્તુ મળી.) અનિલ અંદર આવ્યો કે તરત જ અધિકારીએ તેનો ઉધડો લઈ નાખ્યો.
(એકદમ ધમકાવી જ કાઢ્યો.) (૭) એમ જીવતી માખ ન ગળાય.
(જાણી બુઝીને એવું જોખમી કામ ન કરાય.) આટલામાં થાકી ગયા? આ તો હજી પાશેરામાં પહેલી પૂણી છે.
(શરૂઆત જ છે.) (૯) દિલીપ જાનગરો છે.
(જીવનને જોખમે મળી શકે તેવો છે.) (૧૦) રમેશથી શેકેલો પાપડ ભાંગી શકાય તેમ નથી.
(એ તદન નબળો ને નકામો છે.)