________________
૫૩
સરળ ગુજરાતી વ્યાકરણ તું એકવચન છે. “તમે બહુવચન છે. એક વ્યક્તિ માટે “તું વપરાયું છે. એકને બદલે વધુ વ્યક્તિઓ થઈ તો તેમને માટે “તમે' વપરાયું છે. અલબત્ત, છોકરી સ્ત્રીલિંગ) હોય કે છોકરો (પુલિંગ) પરંતુ તે દરેક માટે વપરાતું સર્વનામ એક જ હોય છે. એટલે કે પુરુષવાચક સર્વનામોમાં ભિન્ન ભિન્ન વચન સૂચવવા (ભિન્ન ભિન્ન સર્વનામો છે, જ્યારે ભિન્ન ભિન્ન લિંગ સૂચવતાં ભિન્ન ભિન્ન પુરુષવાચક સર્વનામો નથી.
આ ઉપરાંત દર્શક, સાપક્ષ. પ્રશ્નવાચક, અનિશ્ચિત અને સ્વવાચક સર્વનામોમાંથી એક દશક સર્વનામ ‘પેલું સિવાયનાં કોઈ સર્વનામ, કોઈ પણ લિંગવચન સૂચવતી સંજ્ઞાને બદલે આવે તોપણ એના એ રૂપમાં - કશા ફેરફાર વિના - આવે છે. માત્ર પેલું સર્વનામ પુંલિંગસૂચક એકવચનની સંજ્ઞાને બદલે આવે તો પેલો અને એકવચનની સ્ત્રીલિંગસુચક સંજ્ઞાને બદલે આવે તો પેલી રૂપે આવે છે. બહુવચનમાં આવે તો પેલાંનું પેલા રૂપ થાય છે પણ પેલીનું તો પેલી રૂપ જ કાયમ રહે છે. આમ પેલું એ એફમાત્ર સર્વનામ જ લિંગવચનના પ્રત્યયો સાથે આવે છે અને તેથી તે “વિકારી સર્વનામ’ છે. પેલું સર્વનામ વિશેષણ તરીકે આવે ત્યારે પણ તે વિકારી વિશેષણ તરીકે વપરાય છે.
અન્ય સર્વનામોમાંથી પ્રશ્નવાચક “શું અને કહ્યું તથા અનિશ્ચિત 'કશું એ સર્વનામો વિશેષણ તરીકે આવે ત્યારે તેઓ વિશેષ્ય અનુસાર લિંગવચનને સૂચક પ્રત્યયો સાથે આવે છે. એટલે એ અવિકારી સર્વનામો, વિકારી સાર્વનામિક વિશેષણો ગણાય. જેમકે, શો વાંધો, શી વેળા, શું ફળ, કઈ છોકરી, કયો છોકરો, કયું છોકરું. કયાં છોકરાં, કશો ફાયદો, કશી દવા, કશું દુઃખ. અહીં આ શું. કશું, કયું વિકારી સાર્વનામિક વિશેષણો તરીકે આવે છે કારણ કે તેઓ તેમનાં વિશેષ્ય અનુસાર લિંગવચનના પ્રત્યયો સાથે આવે છે.
૪. ક્રિયાવિશેષણ અને ક્રિયાપદ : લિંગ અને વચન (અ) ક્રિયાવિશેષણ : લિંગ અને વચન
નીચેના વાક્યો વાંચો.: ૧. પતિપત્ની હસતા ચહેરે બહાર આવ્યાં. ૨. ગાંધીજીની મુલાકાત માટે પત્ની બહાર બેસી રહી.