________________
પર .
સરળ ગુજરાતી વ્યાકરણ છે તેથી તેના વિશેષણનું રૂપ “સાંકડો એમ ‘ઓકારાન્ત થયું છે. પાંચમા વાક્યમાં કેડી સંજ્ઞા સ્ત્રીલિંગ એકવચનસૂચક છે તેથી તેના વિશેષણનું રૂપ “સાંકડી એમ ઈ કારાન્ત થયું છે. છઠ્ઠા વાક્યમાં કડાં સંજ્ઞા નપુંસકલિંગ બહુવચનસૂચક છે તેથી તેના વિશેષણનું રૂપ 'સાંકડાં એમ ‘આ’-કારાન્ત રૂપ થયું છે. આ
મતલબ કે “ધારદાર” વિશેષણ કોઈ પણ લિંગસૂચક સંજ્ઞાને લાગે તોપણ એમનું એમ રહે છે. જ્યારે ‘સાંકડો વિશેષણ જે સંજ્ઞાને લાગે છે એ સંજ્ઞા જે લિંગવચન સૂચવે એ અનુસાર લિંગવચનના પ્રત્યયો લઈને ફેરફારવાળું બને છે. આનો અર્થ એ થયો કે “ધોરદાર' અને સાંકડો જુદા જુદા પ્રકારનાં વિશેષણો છે.
કોઈ પણ લિંગવચન ધરાવતી સંજ્ઞાને લાગ્યા છતાં જે વિશેષણોમાં ફેરફાર થતો નથી તેવા વિશેષણો અવિકારી વિશેષણો કહેવાય. ધારદાર. સ્વચ્છ, સફેદ, લાલ વગેરે અવિકારી વિશેષ છે. એક, બે, ત્રણ, પ્રથમ. દ્વિતીય જેવાં અવિકારી વિશેષણ છે. પહેલો-પહેલી-પહેલું, બીજો-બીજીબીજું એ અવિકારી વિશેષણ નથી. '
સંજ્ઞાનાં લિંગવચન અનુસાર લિંગવચનના પ્રત્યયો લેતાં વિશેષણો જુદે જુદે રૂપે – ફેરફાર સાથે આવે છે અને એવાં વિશેષણોને વિકારી વિશેષણો કહે છે. સાંકડો, મોટો. માંડ્યો. રાતો. સાદો વગેરે વિકારી વિશેષણ છે.
(૩) સર્વનામ : લિંગ અને વચન નીચેનાં વાક્યો વાંચો : ૧. “એય અરુણા, તું અત્યારમાં શું ખાઈ રહી છે ?” ૨. અલ્યા પુલિન, તું કાનનને કેમ ચીડવે છે ?” ૩. પુલિન-હેતલ, તમે બંને જરા અહીં આવો તો !
ઉપરના પહેલા વાક્યમાં બોલનાર ૐકારભાઈ સાંભળનાર અરુણાને તું સર્વનામથી બોલાવે છે. અરુણા છોકરી છે. બીજા વાક્યમાં એ જ ૐકારભાઈ સાંભળનાર પુલિનને તું સવનામથી બોલાવે છે. હેતલ છોકરી અને પુલિન છોકરો એમ બંને ભેગાં બોલાવવાની અહીં વાત છે.
‘તું પુરુષવાચક સર્વનામ છે. તમે પણ પુરુષવાચક સર્વનામ છે.