________________
૧૦૪
સરળ ગુજરાતી વ્યાકરણ આવે ત્યારે કર્તરિ પ્રયોગ થાય છે. અહીં કર્તાના પુરુષ, લિંગ અને વચનમાં જેમ જે ફેરફાર થાય તેમ તેમ ક્રિયાપદના રૂપમાં પણ ફેરફાર થાય છે. અહીં કર્તા નામાર્થે પહેલી વિભક્તિમાં હોય છે. દા.ત.
ક. હું ભણું છું. તે ભણે છે, (કર્માના પુરુષ પ્રમાણે ફેરફાર) ખ. નીરવ જમતો હતો. હિના જમતી હતી. (કર્તાના લિંગ પ્રમાણે
ફેરફાર) . ગ. પુલિન અને નેહ પરદેશ જવાના છે. કાનન અને સ્તુતિ પરદેશ જવાનાં છે. (કર્તાના વચન પ્રમાણે ફેરફાર),
૨. કર્મણિ પ્રયોગ : ક્રિયાપદનો ઉપયોગ કર્મને અનુલક્ષીને કરવામાં આવે ત્યારે કર્મણિ પ્રયોગ થાય છે. અહીં કર્મનાં લિંગ અને વચન પ્રમાણે ક્રિયાપદમાં ફેરફાર થાય છે. આ પ્રયોગ ત્રીજી, ચોથી અને પાંચમી વિભક્તિમાં હોય છે. દા.ત.
(ક) મારાથી પુસ્તક વંચાય છે. (કર્તા પાંચમી વિભક્તિમાં છે અને કર્મ ‘પુસ્તક પ્રમાણે ક્રિયાપદ ત્રીજો પુરુષ એકવચનમાં છે.)
(ખ) હિના વડે પુસ્તક અપાયું નહિ. (કર્તા ત્રીજી વિભક્તિમાં છે અને ક્રિયાપદ કર્મ ‘પુસ્તક પ્રમાણે નપુંસકલિંગ એકવચનમાં છે.)
(ગ) અરુણાથી કાવ્યો વંચાયાં. (કર્તા પાંચમી વિભક્તિમાં છે અને ક્રિયાપદ કર્મ કાવ્યો પ્રમાણે નપુંસકલિંગ બહુવચનમાં છે.)
૩. ભાવે પ્રયોગ ઃ ક્રિયાપદનો ઉપયોગ કર્તરિ અને કર્મણિ પ્રયોગમાં ન થયો હોય ત્યારે ભાવે પ્રયોગ થાય છે. કર્તાની વિભક્તિ કર્મણિ, પ્રયોગ પ્રમાણે હોય છે. અહીં અકર્મક ક્રિયાપદ વપરાય છે અને ક્રિયા ભાવની પ્રધાનતા હોય છે. દા.ત.
(ક) શૈલ વડે બોલાય છે. (ખ) હિરલથી લખાયું. (ગ) કવિતાથી અવાય છે.