________________
૧૬. (ધાતુના) ક્રિયાપદના પ્રયોગો
મૂળ ભેદ : આપણે જે ક્રિયાપદો (ધાતુ) વાપરીએ છીએ તે એક જ મૂળ ક્રિયાપદનાં જુદાં જુદાં રૂપો હોય છે. દા.ત. આવ્યો, આવશે, આવીશ, અવાશે વગેરે ક્રિયાપદો ‘આવ' એ મૂળ રૂપ ઉપરથી બનેલાં છે. ક્રિયાપદના આવા મૂળ રૂપને ધાતુ કહે છે.
આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂપ ધાતુ ગણાય છે. દા.ત. (તું) ખા,પી, રમ વગેરે.
હતો, હોઈશ, દશે એ ક્રિયાપદોનો ધાતુ ‘હો’ ગણાય છે. છું, છે, છો, છીએ એ ક્રિયાપદોનો ધાતુ ‘છ’ ગણાય છે. કેટલાંક ક્રિયાપદોમાં અમુક ક્રિયા કરવાનો અર્થ રહેલો છે. આવાં ક્રિયાપદોના ધાતુને મૂલ ધાતુ કહે છે. દા.ત.
પી, બોલ, ખા, શીખ, સૂ, કર, કહે, નાસ વગેરે.
પ્રેરક ભેદ : કેટલાંક ક્રિયાપદોમાંથી અમુક કામ કરાવવાનો એટલે કે ક્રિયા કરવાની પ્રેરણા આપવાનો અર્થ નીકળે છે. આવાં ક્રિયાપદોના ધાતુને પ્રેરક ધાતુ મૂળ ભેદ
કહે છે.
પ્રેરક ભેદ
૧. તું કેરી ખાય છે.
૧. તું મને કેરી ખવડાવે છે.
૨. ધ્વનિ ઊંઘે છે.
• ૨. ધ્વનિ બેબીને ઊંઘાડે છે. ૩. વિદ્યાર્થી વ્યાકરણ શીખે છે. ૩. શિક્ષક વિદ્યાર્થીને વ્યાકરણ
શિખવાડે છે.
મૂળ ભેદમાંથી ધાતુ જુદી જુદી પ્રક્રિયા દ્વારા પ્રેરક ભેદમાં ફેરવાય છે. બાળક જાગે છે. (મૂળ ભેદ) માતા બાળકને જગાડે છે. (પ્રેરક ભેદ)
અહીં મૂળ ભેદનો ધાતુ ‘જાગ’ છે. ‘આડ’ પ્રત્યય લાગતાં ‘જગાડ’ એ ક્રિયાપદનું પ્રેરક બને છે.
હવે, પ્રેરક ધાતુ કેવી રીતે બને છે તે સમજીએ :
(અ) મૂળ ધાતુને અવ, આવ, આર, આડ, એડ, વાડ વગેરે પ્રત્યયો લાગીને પ્રેરક ભેદ બને છે. દા.ત. શીખ-શીખવ, ફર-ફેરવ,
૧૦૫