SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ સરળ ગુજરાતી વ્યાકરણ ૨૦૧ આવી શકે છે. નહિ પણ ક્રિયાપદની પહેલાં આવી શકે છે; જેમકે, ૧. એ સભામાં રોજ જાય. (વિધિવાક્ય) એ સભામાં રોજ ન જાય. (નિષેધવાક્ય) ૨. આજે વરસાદ પડ્યો. ( વિધિવાક્ય) આજે વરસાદ પડ્યો નહિ. (નિષેધવાક્ય) ન હતો નું “નહોતો થાય છે અને “નહોતો સહાયકારક ક્રિયાપદ તરીકે હોય ત્યારે મુખ્ય ક્રિયાપદની આગળ તેમજ પાછળ બંને રીતે આવી શકે છે; જેમકે, ૧. એ દોડી શકતો હતો. (વિધિવાક્ય). એ દોડી શકતો નહોતો. (નિષેધવાક્ય) એ દોડી નહોતો શકતો. (નિષેધવાક્ય) ૨. હું એ કામ કરવા માગતો હતો. (વિધિવાક્ય) હું એ કામ કરવા માગતો નહોતો. (નિષેધવાક્ય) હું એ કામ કરવા નહોતો માગતો. (નિષેધવાક્ય) વિધિવાક્યમાં નું (છું છે. છો, છીએ પૈકી) કોઈ રૂપ હોય તો નિષેધવાક્યમાં તેની જગ્યાએ ‘નથી મુકાયે; જેમકે, ૧. તે પુસ્તકો કામનાં છે. (વિધિવાક્ય) તે પુસ્તકો કામનાં નથી. (નિષેધવાક્ય) ૨. તમે જમ્યા છો ? (વિધિવાક્ય) તમે જમ્યા નથી ? (નિષેધવાક્ય) - અત્યાર સુધી આપણે વિધિવાક્યને નિષેધવાક્યમાં ફેરવતી વખતે ફક્ત હકારાત્મક અર્થને નકારાત્મક અર્થમાં બદલ્યો અને એમ કરતાં મૂળ વાક્યનો અર્થ બદલાઈ જાય છે, એ જોયું. પરંતુ વાક્ય-રૂપાન્તરના નિયમ પ્રમાણે વિધિવાક્યને નિષેધવાક્યમાં ફેરવવું હોય તો મૂળ અર્થ કે ભાવ બદલાય નહિ તે ધ્યાનમાં રાખવું પડે છે. ' - નીચેનાં વાક્યોને નિષેધવાક્યમાં કેવી રીતે ફેરવ્યાં છે તેનો અભ્યાસ કરો : ૧. તમે સાચું બોલો છો. (વિધિવાક્ય) •
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy