SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ સરળ ગુજરાતી વ્યાકરણ ૨. સંન્યાસી કો' શરદ-ઘન શો એકલો જાય ચાલ્યો. (૧૫) શિખરિણી વર્ણસંખ્યા : ૧૭. બંધારણ : ૫. મ. ન, સ, ભ, લ, ગા. - યતિ : છઠ્ઠા અને અગિયારમા અક્ષરે. ઉદાહરણ : ૧. અસત્યો માંહીથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા. ઊંડા અંદારેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા. ૨. મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું. ૩. ઉનાળાનો લાંબો દિવસ વહેતો મંથર ગતિ. (૧૬) પૃથ્વી : વર્ણસંખ્યા : ૧૭. બંધારણ : જ, સ, જ, સ, ય, લ, ગા. યતિ : આઠમા અક્ષરે. ઉદાહરણ : ૧. ઝગે ક્ષિતિજને તટે અમલ ઇન્દુની રેખ તે, થતી વિકસતાં સુહાગભર પૂર્ણિમાનો શશી. ૨. ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી. ૩. ન સંસ્મરણ વા ન કો સ્વજનમેં કદી પૂરશે. ૪. ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થશો. (૧૭) હરિણી : વર્ણસંખ્યા : ૧૭. બંધારણ : ન, સ, મ. ૨, સ, લ, ગા. - યતિ : છઠ્ઠા અને દસમા અક્ષરે. ઉદાહરણ : દિન દિન જતાં માસો વીત્યા અને વરસો વહ્યાં. નગરજન ને સંબંધી એ વ્યથા વીસરી શક્યા. (૧૮) શાર્દૂલવિક્રીડિત : વર્ણસંખ્યા : ૧૯. બંધારણ : મ, સ, જ, સ, ત, ત, ગા. યતિ : બારમા અક્ષરે. ઉદાહરણ : (૧) ઠંડો હિમભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો. (૨) રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને (૩) ભૂલોની જ પરંપરા જગત આ એવું દીસે છે, પિતા! (૧૯) સ્ત્રગ્ધરાઃ વર્ણસંખ્યા ૨૧. બંધારણ મ, ૨. ભ, ન, ય, ય, ય. યતિ : સાતમા અને ચૌદમા અક્ષરે. ઉદાહરણ : ૧. ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય.
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy