________________
૧૬
સરળ ગુજરાતી વ્યાકરણ ધ્વનિને જુદા ઘટક ગણવા પડે. દા.ત.
‘સાકર’–‘સાગર
આ બે શબ્દમાં “ક” અને “ગ” ધ્વનિની હેરફેરને કારણે અર્થ જુદો પડે છે. ગુજરાતી ભાષામાં “ક” અને “ગ બંનેને સ્વતંત્ર ધ્વનિઘટકનો દરજ્જો આપવો જોઈએ.
ભાષાના ધ્વનિસ્વરૂપને આ રીતે બહાર લાવી શકાય. આ માટે કેટલીક પદ્ધતિઓ છે. કોઈ ભાષકનાં ઉચ્ચારણો સાંભળવા. ભાષામાં અનેક બોલીભેદ હોય છતાં નજર તો ભાષાના ધ્વનિસ્વરૂપ ઉપર જ રાખવી જોઈએ. ઉચ્ચારણો નોંધી, તેના ગુણધર્મોની તારવણી કરી અને ભેદક સંબંધોવાળા ધ્વનિઘટકો તારવવા જોઈએ. ગુજરાતી ભાષાના સ્વર :
સ્વરની પ્રકૃતિ નક્કી કરવા માટે હવા જે વિસ્તારમાંથી પસાર થાય છે તે વિસ્તારનું કદ કેટલું છે તે અગત્યનો મુદ્દો ગણાય છે. કોઈ પણ તંતુવાદ્યમાં તેની સાથે જોડેલું તુંબડું અવાજની પ્રકૃતિ નક્કી કરી આપે છે. ગળાનું પોલાણ સ્વરના ઉચ્ચારણમાં આવો જ ભાગ ભજવે છે.
જલતરંગના જુદા જુદા અવાજ જુદા જુદા કદની વાટકીને આભારી છે. વાટકી ધ્રુજવાથી જેટલા કદમાં હવાનો જથ્થો આંદોલિત થાય તે પરથી અવાજની પ્રકૃતિ નક્કી થાય છે. અમુક અવાજ થાળીનો છે કે વાટકાનો તે આપણે જોયા વિના જ નક્કી કરી શકીએ છીએ.
| સ્વરની સાદી વ્યાખ્યા આ રીતે આપી શકાય. ફેફસાંમાંથી બહાર નીકળેલી હવા અનવરુદ્ધ રીતે મુખ વાટે બહાર નીકળે અને જે ધ્વનિ ઉત્પન્ન થાય તે સ્વર. આ વાયુ-મોજા પર રોકાણ કરવાથી – અવરોધ કરવાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય તે વ્યંજન. | ગુજરાતી સ્વરના ભેદક ધર્મો છે અગ્રત્વ અને પૃષ્ઠત્વ. સ્વરના ઉચ્ચારણમાં જીભ પણ સહેજ ઊંચી થઈ અને ભાગ ભજવે છે. સ્વરની પ્રકૃતિ નક્કી કરવામાં મધ્ય, ઉચ્ચ અને નિમ્ન સ્થાનો પણ ભાગ ભજવે છે. આ સાથે હોઠનો આકાર પણ ધ્યાનમાં રાખવો જોઈએ. તેના આકારની બે સ્થિતિ છે : ગોળ અને ચપટી. અલબત્ત, હોઠની આ સ્થિતિ સ્વરમાં ભેદક ધર્મ તરીકે કામ કરતી નથી. પરંતુ અમુક ઉચ્ચારણ