________________
ર૬. કૃદંતના પ્રકાર કૃદંત એટલે શું? ૧. તે જાય છે. ૧. મેં તેને જતો જોયો. ૨. તેણે બારી ઉઘાડી. ૨. ઉઘાડી બારી મેં બંધ કરી.
ઉપરના પહેલા ખાનાનાં વાક્યોમાં જાય છે, ઉઘાડી – એ દરેક શબ્દ ક્રિયા બતાવે છે અને વાક્યનો અર્થ પુરો કરે છે – તે દરેક ક્રિયાપદ છે. બીજા ખાનાનાં વાક્યોમાં જતો-ઉઘાડી - એ શબ્દો ક્રિયા બતાવે છે, પણ તેમનાથી વાક્યનો અર્થ પૂરો થતો નથી. આ રીતે જે શબ્દ ક્રિયા બતાવે પણ ક્રિયાપદની જેમ વાક્યનો અર્થ પૂરો ન કરે તેને કૃદંત
કહે છે.
કંદતના પ્રકાર : ૧. વર્તમાન કંદત:
૧. ઊગતા સૂર્યને સૌ પૂજે. ૨. જીવતો નર ભદ્રા પામે.
ઉપરનાં વાક્યોમાં ઊગતા', જીવતો એ દરેક કૃદંત છે. એ બધાં વર્તમાનકાળમાં થતી ક્રિયા સૂચવે છે. આ પ્રમાણે જે કૅદત ક્રિયાવર્તમાનકાળમાં બને છે એમ સૂચવે છે તેને વર્તમાન કૃદંત કહે છે. દોડ ધાતુ ઉપરથી આટલાં વર્તમાન કૃદંત બની શકે : દોડતું, દોડતો દોડતી દોડતા દોડતાં. ૨. ભૂત કૃદંતઃ
૧. ગાજ્યા મેઘ વરસે નહિ. ૨. વેચેલો માલ પાછો લેવામાં આવશે નહિ.
ઉપરનાં વાક્યોમાં કૃદંત ભૂતકાળમાં થયેલી ક્રિયા સૂચવે છે. આ પ્રમાણે જે કૃદંત ક્રિયા ભૂતકાળમાં બની છે એમ સૂચવે છે તેને ભૂતકૃદંત કહે છે. બોલ ધાતુ પરથી આટલાં ભૂતકૃદંત બનાવી શકાય : બોલ્યું, બોલી, બોલ્યો, બોલ્યા, બોલ્યાં, બોલેલું, બોલેલી. બોલેલો, બોલેલા, બોલેલાં. ૩. ભવિષ્ય કૃદંત :
૧. પ્રથમ આવનારને ઇનામ મળશે. ૨. અમે મળવાનું કાલે રાખ્યું છે.
૧૮૨