________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૮૧ (૭) ઓળખાણ મોટી ખાણ છે. ઓળખીતો સિપાઈ જેલમાં પૂરે. (૮) ચેતતા નર સદા સુખી. વધુ ડાહ્યો વધુ ખરડાય. (૯) બાપ તેવા બેટા ને દીવા પાછળ અંધારું.
વડ તેવા ટેટા. (૧૦) પંચ બોલે તે પરમેશ્વર. ગામને મોંએ ગરણું ન બંધાય. અન્ય ઉદાહરણો :
રંગ રહેવો – વાહવાહ થવી; આબરૂ વધવી, મુખ મરડવું – તિરસ્કાર કે અણગમો સૂચવવો. મૂલ આંકવું - કદર કરવી, સોળે શણગાર સજવા – પૂરેપૂરો ઠાઠ કરવો, પેટમાં આગ ભડકવી – આકુળવ્યાકુળ થઈ જવું,હાથે કરીને કૂવામાં પડવું – જાણીજોઈને દુઃખ વહોરી લેવું. ઘેલું લગાડવું – ધૂન લગાડવી, જળ મૂકવું - પ્રતિજ્ઞા લેવી, માથું મારવું – દરમિયાનગીરી કરવી, સારા દહાડા લઈને – સગર્ભાવસ્થામાં, ઘા વેઠવા - સહન કરવું, દીઠાનું ઝેર હોવું - જોવાથી દાનત બગડવી, નાક કપાવું – આબરૂ જવી, આંખ લાલ થવી - ગુસ્સે થવું, બની જવું – ભોંઠા પડવું, માએ સવાશેર સૂંઠ ખાવી - તાકાત હોવી, આંખનું ઊંડાણમાપવું - તાકાત વિશે ખ્યાલ બાંધવો, પેંગડામાં પગ ઘાલવો – ની બરોબરી કરવી, મોં ચકાસી જવું – સામનો ન કરી શકવો, નામ જવું – આબરૂ જવી, પાણી જોવું – શક્તિની કસોટી કરવી, ફાટી આંખે – ચકિત થઈને. આડે પડખે થવું સૂવું. નામ કાઢવું – કીર્તિ મેળવવી, ખાલી ઘૂંક ઉડાડવું - વ્યર્થ બકવાટ કરવો, મોરનાં ઈંડા ચીતરવા ન પડે – માબાપનાં લક્ષણો બાળકમાં સહજ ઊતરે, જીભમાં પાણી છૂટવું - ખાવાની તીવ્ર ઇચ્છા થવી, હલાલ કરવું - મારી નાખવું, હૈયે ચડવું – યાદ આવવું, હૈયામાં લખી લેવું - ખૂબ ધ્યાનથી નોંધ લેવી. એકના બે ન થવું - પોતાની વાતને વળગી રહેવું, નીચી મૂછ કરવી - હાર કબૂલવી, ભૂત ભરાવું - કોઈ ધૂન વળગવી, પડતું મૂકવું – છોડી દેવું, મિજાજ બગડવો - ગુસ્સે થવું, અખાડા કરવા – બહાનાં બતાવવાં. પરસેવો પડવો – સખત પરિશ્રમ કરવો. રોટલો રાખવો - રોજી મેળવવી, ઊતરેલ ચહેરે - ઉદાસ ભાવે, જીતી લેવું - પ્રભાવિત કરવું. ડંકો વગાડવો - જયજયકાર કરવો, ઊજળું કરી દેખાડવું – નામના વધારવી, હળવા થવું – ચિંતામુક્ત થવું, લાગી આવવું - દુઃખ થવું, નહાવા-નિચોવવાનું ન હોવું - કોઈ સંબંધ ન હોવો, હાથપગ ઢીલા થવા - નાહિંમત થઈ જવું.