________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૮૩ ઉપરનાં વાક્યોમાંના કૃદંત ભવિષ્યકાળમાં થનારી ક્રિયા સૂચવે છે. આ પ્રમાણે જે કૃદંત ક્રિયા ભવિષ્યકાળમાં બનવાની છે એમ સૂચવે છે તેને ભવિષ્ય કૃદંત કહે છે. ૪. સામાન્ય કૃદંત :
૧. કહેવું સરળ છે પણ કરવું કઠણ છે. ૨. કવિતા વાંચવી એ જીવનની મજા છે.
ઉપરનાં વાક્યોમાંના કૃદંત કોઈ ચોક્કસ કાળનું સૂચન કરતાં નથી. આ પ્રમાણે જે કૃદંત કોઈ ચોક્કસ કાળનું સૂચન કરતાં નથી તેને સામાન્ય કૃદંત કહે છે. “કર' ધાતુ પરથી આટલાં સામાન્ય કૃદંત બની શકે : કરવું. કરવી, કરવો, કરવા, કરવાં. ૫. સંબંધક ભૂતકૃદંતઃ.
૧. આટલું વાંચીને હું ફરવા જઈશ. . ૨. ગીત સાંભળી સૌ ખુશ થઈ ગયા.
ઉપરનાં વાક્યોમાંના દરેક કૃદંત પછીથી બનતી બીજી સંબંધ બતાવતી ક્રિયા સૂચવે છે. “વાંચીને ‘એટલે વાંચ્યા પછી (ફરવા જઈશ). સાંભળી એટલે સાંભળ્યા પછી. આ પ્રમાણે જે કદંત પછીથી બનતી બીજી ક્રિયા સાથે સંબંધ બતાવતી ક્રિયા સૂચવે છે તેને સંબંધક ભૂતકૃદંત કહે છે. ૬. હેત્વર્થક કૃદંત:
૧. તે જમવા ગયો. ૨. તેની પાસે રહેવાને ઘર નથી.
ઉપરનાં વાક્યોનાં કૃદંત હેતુનો અર્થ સૂચવે છે. “જમવા એટલે જમવા માટે. “રહેવાને એટલે રહેવા માટે. હેતુનો અર્થ સૂચવનાર કૃદંતને હેત્વર્થક કૃદંત કહે છે.
આ રીતે કૃદંતના છ પ્રકાર છે. કૃદંતના ઉપયોગ : ૧. વિશેષણ તરીકે :
વિશેષણ નામના અર્થમાં વધારો કરે છે. નીચેનાં વાક્યો જુઓઃ ૧. દોડતી છોકરી પડી ગઈ. ૨. છાપેલી ચોપડી વાંચો.