________________
૧૫ર
સરળ ગુજરાતી વ્યાકરણ अलमर्थमलंकत यध्वयुत्याद्ववाार्धाना। सेवा जात्यादयः प्रादौस्तेऽर्थालंकारः संज्ञाः ॥ .
એટલે કે જ્યાં અર્થ દ્વારા કાવ્યસૌન્દયમાં વૃદ્ધિ થાય ત્યાં અર્થાલંકાર છે. દા.ત.
‘તે રાજા સિંહની જેમ શત્રુ પર તૂટી પડ્યો.”
અહીં રાજાને શત્રુ પર તૂટી પડતો વર્ણવવામાં સિંહની જેમ એ શબ્દો વાપરવામાં આવ્યા છે. અર્થને સચોટ બનાવવાની ખૂબીથી ભાષાની સુંદરતા વધે છે. આથી આ અલંકારને અર્થાલંકાર કહે છે. હવે આપણે કેટલાક અર્થાલંકાર જોઈએ. (૧) ઉપમા :
એક વસ્તુને અમુક બાબતમાં બીજી સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર થાય છે. એટલે કે એક વર્ણવેલ (પ્રસ્તુત) વસ્તુની તેના કોઈ વિશેષ ગુણ, ક્રિયા. સ્વભાવ વગેરેની સમાનતાના આધારે અપ્રસ્તુત વગેરેની સાથે સરખામણી કરવામાં આવે ત્યારે આ ઉપમા અલંકાર બને છે. દા.ત. | ‘તે સ્ત્રીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.'
અહીં સ્ત્રીના મુખને સુંદરતાની બાબતમાં ચંદ્રની સાથે સરખાવવામાં આવ્યું છે અને સરખામણી કરવા માટે “જેવું' શબ્દ વાપરવામાં આવ્યો
ઉપમામાં ચાર બાબતો હોય છે. (અ) ઉપમેય : જે વસ્તુને સરખાવવામાં આવી હોય તેનો ઉલ્લેખ.
દા.ત. મુખ'. (બ) ઉપમાન : તેને જે વસ્તુ સાથે સરખાવવામાં આવી હોય તેનો ઉલ્લેખ.
દા.ત. “ચંદ્ર. (ક) સાધારણધર્મ બંને વસ્તુમાં રહેલો સમાન ગુણ. દા.ત. સુંદર. (ડ) ઉપમાવાચક શબ્દ : સરખામણી દર્શાવનાર શબ્દ. દા.ત. જેવું.
કેટલીક વાર સાધારણ ધર્મનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. દા.ત. તે સ્ત્રીનું મુખ ચંદ્ર જેવું છે.”