________________
૧૦૮
સરળ ગુજરાતી વ્યાકરણ કર્મણિ પ્રયોગ માટે નીચેનું તારણ ધ્યાનમાં રાખવું.
(૧) કર્તરિ ધાતુને આ (-આય) પ્રત્યય લાગતાં ધાતુનું કર્મણિ બને છે. દા.ત. લખલખા, આપ-અપા, દેખ-દેખા વગેરે. જો એકાક્ષરી ધાતુ હોય તો તેમાં કર્મણિનો વા (-વાય) પ્રત્યય લાગે છે. દા.ત. ખાખાવા, પી-પીવા, જો-જોવા વગેરે.
(૨) સકર્મક ક્રિયાપદનું જ કર્મણિમાં રૂપાંતર થાય છે, કારણ કે કર્મણિ પ્રયોગમાં કર્મ જરૂરી છે.
(૩) કર્મણિ રચનામાં કર્તરિનો કર્તા “થી પ્રત્યય લઈ કરણ વિભક્તિનો બને છે. આ કર્તા અધ્યાહાર પણ રહી શકે છે.
દા.ત.
(અ) મેં રોટલો ખાધો. (અ) મારાથી રોટલો ખવાયો. (બ) મેં વાઘને જોયો. (બ) મારાથી વાઘ જોવાયો. (ક) તેણે નવાં વસ્ત્રો પહેર્યો. (ક) તેનાથી નવાં વસ્ત્રો પહેરાયાં. (ડ) કોઈએ ઘડિયાળ ચોર્યું. (ડ) કોઈનાથી ઘડિયાળ ચોરાયું. કર્મણિ પ્રયોગની આ નવી પ્રચલિત રચના છે. ભાવે પ્રયોગ : નીચેનાં વાક્યો વાંચો : (૧) છોકરાથી દોડાયું નહિ. (૪) પ્રશાંતને ઘેર જવું છે. (૨) રાજેન્દ્રથી ચલાતું નથી. (૫) છોકરાથી વંચાતું નથી. (૩) હવે ભરતથી વંચાય છે.
ઉપરનાં વાક્યોમાં કર્મ નથી. મોટા અક્ષરવાળાં ક્રિયાપદો અકર્મક છે. કર્મ નથી માટે ક્રિયાપદ કર્મ પ્રમાણે કેવી રીતે ચાલે ? માટે ઉપરનાં વાક્યોમાં કર્મણિ પ્રયોગ નથી.
અહીં દોડાયું, ચલાતું, વંચાય છે, જવું છે, વંચાતું નથી – આ ક્રિયાપદો નાન્યતર જાતિમાં છે.
પહેલા વાક્યમાં “છોકરો નરજાતિ છે, જ્યારે દોડાયું’ નાન્યતર જાતિમાં છે. હવે, ક્રિયાપદનો પ્રયોગ કયો ? આ માટે વાક્યનો અર્થ સ્પષ્ટ કરીએ :
(૧) છોકરાથી દોડવાનું દોડાયું નથી. (૨) રાજેન્દ્રથી ચાલવાનું ચલાયું નથી.