________________
ર૯. વાક્ય પ્રકારો અને પરિવર્તન
અર્થ અને રચનાની દૃષ્ટિએ વાક્યના જુદા જુદા પ્રકારો ગુજરાતી ભાષામાં જોવા મળે છે. આ જુદા જુદા પ્રકારોની વાક્યરચનાની ખાસિયતો ટૂંકમાં નીચે પ્રમાણે છે : વિધાનવાક્ય અને પ્રશ્નવાક્ય :
જે વાક્ય કોઈ હકીકતનું નિવેદન કરે તેને નિવેદનવાક્ય કે વિધાનવાક્ય કહે છે; જેમકે, નર્મદ સુધારાવાદી હતો.
જે વાક્યમાં હકીકતવિશે પ્રશ્ન કરવામાં આવ્યો હોય તેને પ્રશ્રવાક્ય કહે છે; જેમકે, ‘(શું) નર્મદ સુધારાવાદી હતો ?
પ્રશ્રવાક્ય વિશે એક વાત ખાસ નોંધપાત્ર છે. કેટલાંક પ્રશ્રવાક્યો ખરેખર પ્રશ્નનો અર્થ ધરાવતાં નથી હોતાં. વાક્યની રચના પ્રશ્રવાક્યની હોય, છતાં તાત્પર્ય પ્રશ્ન પૂછવાનું ન હોય પણ કશુંક વિધાન કરવાનું હોય; જેમકે, ૧. “એને શાનું દુઃખ છે ?'
આ પ્રશ્રવાક્ય છે. કોઈના દુઃખ વિશે જાણવા માટે એ વપરાયું નથી; ઊલટું એમ કહેવા માટે વપરાયું છે કે “એને કશાનું દુઃખ નથી, એટલે કે એનું તાત્પર્ય વિધાનવાક્યનું જ છે. ઉપરના પ્રશ્રવાક્યને વિધાનવાક્યમાં આમ ફેરવી શકાય ?
એને કશાનું દુઃખ નથી.” ૨. “એક આંખે કામ કરવું શી રીતે ફાવે?” (પ્રશ્રવાક્ય)
એક આંખે કામ કરવું ન ફાવે.” (વિધાનવાક્ય) ૩. “દેવોની પણ ઓછી દુર્દશા છે ?” (પ્રશ્રવાક્ય) -
‘દેવોની પણ ઓછી દુર્દશા નથી. ઘણી દુર્દશા છે.” (વિધાનવાક્ય) ૪. “શું ભારતમાં વાણીસ્વાતંત્ર્ય નથી ?” (પ્રશ્રવાક્ય) “ભારતમાં વાણીસ્વાતંત્ર્ય છે.” (વિધાનવાક્યો
પ્રશ્નવાક્યને વિધાનવાજ્યમાં ફેરવતી વખતે આપણે પ્રશ્નસૂચક પદો દૂર કર્યા, વાક્યમાં નકાર હતો તે દૂર કર્યો અથવા કોઈ પદને સ્થાને વિરુદ્ધ અર્થનું પદમૂક્યું. ટૂંકમાં, વિરોધી અર્થ આપતું વાક્ય બનાવવા માટે જે કરવું
જોઈએ તે કર્યું.
૧૯૮