SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ સરળ ગુજરાતી વ્યાકરણ પ્રશ્રવાક્યને વિધાનવાક્યમાં ફેરવતી વખતે પ્રશ્નવાક્ય હકારાત્મક હોય તો વિધાનવાક્ય નકાસત્મક બને છે અને પ્રશ્નવાક્ય નકારાત્મક હોય તો વિધાનવાક્ય હકારાત્મક બને છે. ૧૯૯ વિધાનવાક્ય, પ્રંશ્રવાક્ય અને ઉદ્ગારવાક્ય ઃ જે વાક્યમાં કોઈ હકીકત વિશે આનંદ કે આશ્ચર્ય કે એવો કોઈ ભાવ પ્રગટ થતો હોય તેને ઉદ્ગારવાક્ય કહે છે. ઉદ્ગારવાક્ય કેટલીક વાર રચનાની દૃષ્ટિએ વિધાનવાક્ય કે પ્રશ્નવાક્ય જેવું જ હોય છે; જેમકે, ૧. ‘તે બધું જ ખાય છે.’ (વિધાનવાક્ય) ૨. તે બધું જ ખાય છે ?' (પ્રશ્રવાક્ય) ૩. તે બધું જ ખાય છે !' (ઉદ્ગારવાક્ય) ઉપરનાં ત્રણે વાક્યોની પદરચના સરખી છે. ત્રણે વાક્યોને જુદાં પાડવા ત્રણ જુદાં જુદાં વિરામચિહ્નો વપરાયાં છે. પરંતુ બોલવામાં શું થાય ? આ વાક્યો બોલાય છે ત્યારે બધાં વાક્યોના આરોહ-અવરોહ જુદા પડે છે. ઉદ્ગારવાક્યના આરોહ-અવરોહ વિધાનવાક્ય અને પ્રશ્રવાક્યના આરોહ-અવરોહથી જુદા હોય છે અને એ તો ‘તે બધું જ ખાય છે !’ એ વાક્ય આશ્ચર્યના ભાવ સાથે બોલાય ત્યારે જ સમજાય. પરંતુ ઉદ્ગારવાક્યોમાં, ઘણી વાર ‘કેવું’, ‘કેટલું’, ‘શું’ વગેરે ગુણવાચક અને પ્રમાણવાચક પદો આશ્ચર્ય વગેરે ભાવને પ્રગટ કરવા માટે વપરાય છે; જેમકે, ૧. ‘નર્મદ કેવો સુધારાવાદી હતો !' ૨. “પ્રભુની આ સૃષ્ટિ કેટલી આશ્ચર્યથી ભરેલી છે !’. ૩. ‘શું તેનું સૌન્દર્ય !' ઉદ્ગારવાક્યો કેટલીક વાર ક્રિયાપદ વગરનાં અને કેટલીક વાર એક શબ્દનાં પણ હોય છે; જેમકે, ૧. કેવું ભયાનક દશ્ય !’ ૨. ‘શાબાશ એની બહાદુરીને !' ૩. ‘અફસોસ !' વિધાનવાક્યને ઉગારવાક્યમાં અને ઉદ્ગારવાક્યને વિધાન
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy