________________
૩૦. વાક્ય : વિશ્લેષણ અને સંયોજન
વાક્યો ત્રણ પ્રકારનાં હોય છેઃ (૧) સાદું વાક્ય, (૨) સંયુક્ત વાક્ય અને (૩) સંકુલ અથવા મિશ્ર વાક્ય.
(૧) સાદું વાક્ય : જે વાક્યમાં એક ક્રિયાપદ કે એક ઉદેશ્યવિધેયવાળી રચના હોય તેને સાદું વાક્ય કહે છે; જેમ કે,
(અ) થોડા દિવસ હું મથુરા રહીને વૃંદાવન પહોંચ્યો. (બ) વિનોબા દૂબળા-પાતળા તો પહેલેથી હતા. (ક) શૈલભાઈની ઑફિસમાં એક કારકુન હતો. (ડ) હું આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ. (ઈ) તમે બહુ ડાહ્યા. (ફ) ધાંધલિયો છોકરો હવે નિશાળે જવાની હા પાડવા લાગ્યો.
ઉપરના દરેક વાક્યમાં એક ક્રિયાપદ કે એક ઉદેશ્ય-વિધેયવાળી રચના છે; (ઈ) વાક્ય ક્રિયાપદ વગરનું છે. આમ, આ બધાં સાદાં વાક્યો છે.
(૨) સંયુક્ત વાક્ય: જોડાયેલાં વાક્યો વ્યાકરણની દૃષ્ટિએ સમાન મોભાનાં હોય, એટલે કે એકબીજાંથી સ્વતંત્ર રીતે ટકી શકે તેવાં હોય, એક વાક્ય બીજા વાક્યનું ગૌણ વાક્ય ન હોય ત્યારે એ સંયુક્ત વાક્ય કહેવાય છે. સંયુક્ત વાક્યોમાં વાક્યોને જોડનારસંયોજકો ('ઉભયાન્વયીઓ) તરીકે આ પદો આવે છે : ને, અને, પણ છતાં, તો પણ, છતાં પણ, તેમ છતાં, કે, અથવા, અથવા તો, યા, વા, કાં તો. એટલે, માટે, તેથી, નહીંતર, કેમ કે, કારણ કે, વગેરે; જેમ કે,
- (અ) ખેડૂત ડરીને દુઃખ વેઠે ને જાલિમની લાતો ખાય. (બ) હું મારા અમુક મિત્રની કોઈ પણ વસ્તુને છેડું છું એટલે એ વસ્તુ તદન બગડી જાય છે. (ક) નેતાઓ તો બધા જેલમાં બેસી બગાસાં ખાય છે અને આવા હૈયાફૂટાઓ હોમાયછે. (ડ) તેને ન આવડેકાણે જતાં કે ન આવડે આશ્વાસન દેતાં. એટલે ધીરજકાકાની મદદ માગી. (ઈ) ગુજરાત, તારી ધરતીમાં ફેંક રત્નો પાક્યાં છે. પણ તને એની કિંમત રહી નથી.
ઉપરનાં વાક્યોમાં, બે કે ત્રણ સમાન મોભાનાં કે એકબીજાંથી સ્વતંત્ર રીતે ટકી શકે તેવાં વાક્યો “પણ”, ને વગેરેથી જોડાયેલાં છે. એટલે એ બે કે ત્રણ વાક્યો જોડાતાં બનેલાં વાક્યો “સંયુક્ત વાક્યો' છે.
૨૦૭