________________
૨૦૮
સરળ ગુજરાતી વ્યાકરણ (૩)સંકુલ અથવામિશ્રવાક્ય જોડાયેલાં વાક્યોમાંથી એક મુખ્ય વાક્ય અને બીજું ગૌણ વાક્ય હોય, એ બીજું વાક્યમુખ્ય વાક્યના વિશેષણવાક્ય, ક્રિયાવિશેષણ-વાક્ય કે કર્મ-વાક્ય તરીકે આવતું હોય, ત્યારે આખું વાક્ય સંકુલ કે મિશ્ર વાક્ય કહેવાય છે. સંકુલ વાક્યોમાં સંયોજકો તરીકે “કે” તથા “જે-તે', “જ્યારે-ત્યારે, ‘જેમ-તેમ, ‘જેવુંતેવું, “જ્યાં-ત્યાં’, ‘જોતો', “જ્યાં સુધી - ત્યાં સુધી વગેરે સાપેક્ષ (સંબંધી) સર્વનામો કે ક્રિયાવિશેષણો આવે છે; જેમ કે,
(અ) દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. (બ) જ્યાં આજે ગાંધીસંગ્રહન આધુનિક છતાં સાદી ઢબનાં મકાન છે, ત્યાં ત્યારે ખેતર હતું. (ક) આમ જ એ (રેવા) અમરકંટકના પહાડોમાંથી નીકળે છે ત્યારથી ઘણે સ્થળે કૂદતી, ભૂસકા મારતી ચાલે છે. (ડ) હું મરી જાઉં તો માને મળાય. (ઇ) માણસમાં જ્યારે યાચનાવૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ, ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઘેંસ જેવું થઈ જાય છે. (ફ) ચોમાસામાં તો જાણે પાતાળલોકની નાગકન્યાઓ પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણાં ફૂટી નીકળે છે.
ઉપરનાં વાક્યોમાં, પ્રત્યેકમાં મુખ્ય વાક્યને ગૌણ વાક્યનો સંબંધ છે. અને તે બધાં કે', ‘જ્યારે-ત્યારે, “જેમ-તેમ વગેરે સંયોજકોથી જોડાયેલાં છે, એટલે એ આખાં વાક્યો “સંકુલ કે મિશ્ર વાક્યો છે. વાક્ય-વિશ્લેષણ : - સંયુક્ત કે સંકુલ વાક્યોમાં જોડાયેલાં વાક્યોને જુદા પાડી બતાવવાં, સંયોજક ઓળખાવવા અને વાક્યોને સમાનતાનો કે મુખ્ય-ગૌણ પ્રકારનો સંબંધ સ્પષ્ટ કરી બતાવવો તે પ્રક્રિયા વાક્ય-
વિશ્લેષણ કે વાક્ય-પૃથક્કરણ કહેવાય છે; જેમ કે, (૧) “ઉપર શ્વેત વાદળો વચ્ચે આકાશનો નીલ રંગ ડોકાય છે
અને આંખમાં ફરફરે છે દૂરનાં મંદિરોના શિખર પરની ધજાઓ.’ આ સંયુક્ત વાક્યનું વિશ્લેષણ નીચે મુજબ થશેઃ (અ) ઉપર શ્વેત વાદળો વચ્ચે આકાશનો નીલ રંગ ડોકાય છે. (આ) આંખમાં ફરફરે છે દૂરનાં મંદિરના શિખર પરની ધજાઓ. આ બંને સંયુક્તપણે જોડાયેલાં મુખ્ય વાક્યો છે.