SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮. પદપ્રકારોની કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિઓ કેટલાંક પદો પોતાના મૂળ પદપ્રકારથી જુદા પદપ્રકારમાં પણ આવી શકે છે, જેમકે, સંજ્ઞા-પદ વિશેષણ તરીકે વપરાયું હોય કે વિશેષણ-પદસંજ્ઞા તરીકે વપરાયું હોય. સંજ્ઞા-પદોનો અન્ય પદપ્રકાર તરીકે પ્રયોગ : સંજ્ઞા વિશેષણ તરીકે : નીચેના વાક્યો વાંચો : ૧. “આ પ્રશ્ન શિક્ષણ ખાતાને લગતો ગણાય. અહીં શિક્ષણ એ સંજ્ઞા છે, પણ “શિક્ષણ ખાતું એમ કહીએ ત્યારે શિક્ષણની બાબતો અંગે કામ કરતું ખાતું એવો અર્થ થાય છે. આમ, ‘શિક્ષણની બાબતો અંગે કામ કરતું એ પદસમૂહનો અર્થ ‘શિક્ષણ પદથી દર્શાવાયો છે. એટલે આ વાકયમાં શિક્ષણ સંજ્ઞા વિશેષણ તરીકે વપરાઈ છે. ૨. “ભાવનગરનું બોર તળાવ આ વર્ષે છલકાઈ ગયું. અહીં બોર સંજ્ઞા “બોર નામનું એ અર્થમાં વિશેષણ તરીકે વપરાઈ છે. ૩. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. અહીં પાટનગર એ સંજ્ઞા ગાંધીનગર એ સંજ્ઞા-પદની વિશેષતા બતાવે છે. એટલે તે વિશેષણ તરીકે વપરાઈ છે. ૪. આ ડબામાં એક કિલો ઘી છે. અહીં ‘કિલો સંજ્ઞાનો અર્થ ‘કિલો જેટલું થાય છે. તે ઘીની વિશેષતા બતાવે છે એટલે તે વિશેષણ તરીકે વપરાઈ છે. વિશેષણ-પદોનો અન્ય પદપ્રકારમાં પ્રયોગ : (૧) વિશેષણ સંજ્ઞા તરીકે : નીચેનાં વાક્યો વાંચો : ૧. ‘તમારી પાસે દસ રૂપિયાની હોય તો પાંચ આપો. અહીં પાંચ વિશેષણનું વિશેષ્ય રૂપિયા અધ્યાત છે એટલે એ વિશેષણ સંજ્ઞા તરીકે વપરાયું છે. ૨. “નાના મોટાને અનુસરે એ દુનિયાનો ક્રમ છે.” અહીં નાનો અને મોટો એટલે અનુક્રમે “નાનો માણસ અને મોટો માણસ: માણસ ૧૯૨
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy