________________
- ૧૯૩
સરળ ગુજરાતી વ્યાકરણ વિશેષ્યરૂપ પદ અધ્યાત છે એટલે “નાનો અને મોટો એ વિશેષણો સંજ્ઞા તરીકે વપરાયાં છે.
૩. “આ ડૉક્ટરની દવાથી એને સારું થઈ ગયું. અહીં “સારું વિશેષણ થઈ ગયું' ક્રિયાપદના કર્તા તરીકે આવ્યું છે, એટલે કે સંજ્ઞા તરીકે વપરાયું છે. “સારું' એટલે “સારી સ્થિતિ. (૨) વિશેષણ ક્રિયાવિશેષણ તરીકે :
નીચેનાં વાક્યો વાંચો :
૧. “મેં એને ખૂબ સમજાવ્યું. પણ એ માન્યો નહિ. અહીં ખૂબ વિશેષણ ‘સમજાવ્યું ક્રિયાપદના વિશેષણ તરીકે કામ કરે છે એટલે તે ક્રિયાવિશેષણ તરીકે આવ્યું છે.
૨. ‘હું તમારું કામ ચોક્કસ કરીશ'.અહીં “ચોક્કસ વિશેષણ કરીશ ક્રિયાપદના વિશેષણ તરીકે કામ કરતું હોવાથી ક્રિયા-વિશેષણ છે.
૩. “અમારા શિક્ષકે અમને વ્યાકરણ સરસ સમજાવ્યું. અહીં સરસ વિશેષણ “સમજાવ્યું ક્રિયાપદના વિશેષણ તરીકે આવ્યું હોવાથી જ્યિાવિશેષણ છે. (૩) વિશેષણ સંયોજક તરીકે :
- નીચેનાં વાક્યો વાંચો : ,
૧. “જેવું કામ કરીએ તેવું ફળ મળે. અહીં જેવું-તેવું એ પદો વિશેષણ તરીકે રહીને સંયોજક તરીકેની કામગીરી પણ બજાવે છે.
૨. જેટલું ધન કમાઈશું તેટલું વાપરીશું. અહીં જેટલું-તેટલું એ વિશેષણો સંયોજક તરીકે પણ વપરાયાં છે.
૩. “જે માણસે કદી પાપન કર્યું હોય તે પહેલો પથરો ફેકે. અહીં જે-તે એ વિશેષણો સંયોજક તરીકે પણ આવ્યાં છે. સર્વનામનો અન્ય પદપ્રકારમાં પ્રયોગ : સર્વનામ સંયોજક તરીકે :
નીચેનું વાક્ય વાંચોઃ
જે ખાડો ખોદે તે પડે. અહીં જે-તે એ સર્વનામો છે અને સાથે સાથે સંયોજક તરીકે બે વાક્યોને જોડવાનું કામ પણ કરે છે.