________________
૧૫૭.
સરળ ગુજરાતી વ્યાકરણ માલારૂપક : *
એક રૂપમાં જ્યારે એક જ ઉપમેયની જુદાં જુદાં ઉપમાનો સાથે એકરૂપતા બતાવવામાં આવી હોય ત્યારે તે માલારૂપક બને છે. દા.ત. ‘હિમાલય તપસ્વીઓની તપોભૂમિ, ધર્મનું પિયેર, સાધકોનું મોસાળ, અવધૂતની પથારી, ભૂલોકનું સ્વર્ગ છે.' (૫) પ્રતીપ :
પ્રતીપનો અર્થ વિપરીત થાય છે. આથી આ અલંકાર ઉપમા કરતાં વિપરીત, ઊલટો છે. ઉપમામાં ઉપમેય કરતાં ઉપમાનની શ્રેષ્ઠતા પ્રગટ થાય છે, પરંતુ આ અલંકારમાં આનાથી ઊલટું જોવા મળે છે. એટલે કે અહીં ઉપમાન કરતાં ઉપમેયની શ્રેષ્ઠતા જણાય છે. દા.ત. ઉપમામાં કહીએ કે તેનું મુખ શશી સમાન સુંદર છે. પરંતુ આપણે આનાથી ઊલટું આ પ્રતીપ અલંકારમાં એમ કદી શકીએ કે ‘શશી કોમળ મુખ સમાન સુંદર છે. અહીં શશીની સરખામણી કોમળ મુખ સાથે કરવામાં આવી છે.
પ્રતીપના પાંચ પ્રકાર છે : પ્રથમ પ્રતીપ. દ્વિતીય પ્રતીપ, તૃતીય પ્રતીથ, ચતુર્થ પ્રતીપ અને પંચમ પ્રતીપ: (૬) વ્યતિરેક :
જ્યાં ઉપમેય ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે ત્યાં વ્યતિરેક અલંકાર છે. દા.ત. *
(અ) રાજા સાગર જેવો ગંભીર છે.
(બ) ગંભીરતા એ વર્ણવું પણ અર્ણવમાં ખારાશ. . આ બે વાક્યોમાંના અર્થને વિચારીએ. પહેલા વાક્યમાં રાજાને ‘સાગર જેવો કહ્યો છે અને સાગરની ઉપમા આપી છે. હવે બીજું વાક્ય લઈએ. એમાં રાજાનું વર્ણન કરતાં કહ્યું છે કે ગંભીરતામાં એને સાગર સાથે વર્ણવું, પણ સાગરમાં ખારાશ છે, રાજામાં ખારાશ નથી. એટલે સાગર રાજાની તોલે ન આવે. આમ અહીં ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું ગયું છે. આને વ્યતિરેક અલંકાર કહે છે.
પ્રતીપ અને વ્યતિરેક બંનેમાં ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે છે. પરંતુ આ બે વચ્ચે એક મોટો ભેદ છે. પ્રતીપમાં