SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. સંધિ સ્વરસંધિ : સ્વરોનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે છે. જે વર્ણ કે અક્ષરનો ઉચ્ચાર બીજા અક્ષરોની મેળવણી વિના થાય છે તેને સ્વર કહે છે. અ, આ, ઇ, ઈ ઉં, ઊ, ઋ. એ, ઐ, ઓ, ઔ – એ સ્વરો છે. પુસ્તક + આલય (સ્થળ) = પુસ્તકાલય હિમ + આલય = હિમાલય જ્યારે બે સ્વર ભેગા મળીને તેમનો ઉચ્ચાર ભેગા થાય ત્યારે તેને સ્વરસંધિ કહે છે. ' જુદા જુદા સ્વરોની સંધિ કેવી રીતે થાય છે તે જોઈએ ? (૧) અ + આ = આ દા.ત. દેવ + આલય = દેવાલય, નળ + આકાર = નળાકાર, ફળ + આહાર = ફળાહાર, વિવેક + આનંદ = વિવેકાનંદ. (૨) આ + અ = આ દા.ત. કદા + અપિ = કદાપિ, તથા + અપિ = તથાપિ. મિથ્યા + અભિમાન = મિથ્યાભિમાન. (૩) અ + અ = આ દા.ત. સૂર્ય + અસ્ત = સૂર્યાસ્ત, ઉત્તર + અયન = ઉત્તરાયન. દેશ + અટન = દેશાટન. દેશ + અવર = દેશાવર. (૪) આ + આ = આ દા.ત. મહા + આત્મા = મહાત્મા. સદા + આનંદ = સદાનંદ, ચિંતા + આતુર = ચિંતાતુર. (૫) ઇ + ઈ ઈ = ઈ દા.ત. હરિ + ઈશ = હરીશ. ” સતી + શ = સતીશ, કવિ + ઈશ્વર = કવીશ્વર, મહી + શ = મહીશ. ૩૨
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy