________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૮૭ ૬. સ્વવાચક સર્વનામ :
નીચેનાં વાક્યો વાંચો » ૧. હું પોતે આવીશ. ૨. તમે પોતે આવજો. ૩. તે પોતે આવશે.
ઉપરનાં વાક્યોમાં “પોતે પદ “, ‘તમે’, ‘તે' જેવાં સર્વનામ સાથે વપરાયું છે. પહેલા વાક્યમાં “પોતે પદ બોલનારના પોતાના માટે વપરાયું. બીજા વાક્યમાં ‘પોતે પદ સાંભળનારના પોતાના માટે વપરાયું છે. ત્રીજા વાક્યમાં ‘પોતે' પદ ત્રીજી વ્યક્તિના પોતાના માટે વપરાયું છે. “પોતે' પદના આવી જાતના ઉપયોગથી નક્કીપણાનો અર્થ આવે છે કે ભાર દઈને કહેવાનું સમજાય છે. પોતે એકલું પણ વાપરી શકાય. જેમ કે, પોતે આવશે.”
પોતે સર્વનામ પોતાપણાનો અર્થ બતાવે છે એટલે એને સ્વવાચક સર્વનામ કહેવામાં આવે છે. જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે વપરાઈને તેને પોતાને ઓળખાવે તે સ્વવાચક સર્વનામ. અર્થાત્ પોતાની જાત-જેને આપણે સ્વ કહીએ છીએ તેને આ સર્વનામ સૂચવે છે તેથી તેને સ્વવાચક સર્વનામ કહે છે. “સ્વવાચક એટલે પોતાપણું સૂચવનાર. જાતે, પડે. ખુદ, નિજ, હાથે. મેળે, આપ, આપોઆપ એ આ રીતે સ્વવાચક સર્વનામો છે. ૭. સર્વનામ – વિશેષણ તરીકે :
નીચેનાં વાક્યો વાંચો : . * ૧. આ સાંભળીને ખલીફાને એ લોભી દરબારીઓ વિશે દુઃખ થયું. ૨. આ સમયે ખલીફાએ અબુની શરત કબૂલ રાખી. ૩. એને કંઈ વાત કરવી છે. ૪. આ કોઈ શાણો માણસ જણાય છે. ૫. જે ઇનામ આપો તે ઇનામ રોકડા પૈસામાં આપજો. ૬. ખલીફા પોતાની વાત ઉપર મક્કમ રહ્યા. ૭. હું કશી આજ્ઞા કરવા નથી માગતો. ૮. એવો તે શો ધડાકો કર્યો ?
પહેલા વાક્યમાં આં. અને એ દર્શક સર્વનામો છે. આ એ વાત એવી સંજ્ઞાને બદલે વપરાયું છે તેથી સર્વનામ છે, પરંતુ એ