________________
સરળ ગુજરાતી વ્યાકરણ
ત્રીજા વાક્યમાં ‘કોને’ સર્વનામ ચર્ચિલ માટે વપરાયું છે. ‘કોણ’, ‘શું’, ‘કોને’ સર્વનામો કશુંક પૂછવા માટે વપરાયાં છે. આ સર્વનામો સંજ્ઞાને બદલે વપરાઈને વાક્યોને પ્રશ્નવાક્ય બનાવે છે. આ સર્વનામ સંજ્ઞાને સ્થાને આવી વિધાનવાક્યને પ્રશ્રવાક્ય બનાવવામાં ઉપયોગી થતાં હોઈ તેમને પ્રશ્નવાચક સર્વનામ કહે છે. પ્રશ્નવાચક’ એટલે ‘પ્રશ્ન પૂછનાર'. કોણ. કો-કઈ-કયું, શો-શી-શું, કેવું-કેટલુંકેવડું પ્રશ્નવાચક સર્વનામો છે. ‘કોણ’' સર્વનામ સાધારણ રીતે જીવંત વ્યક્તિને માટે વપરાય છે. ‘શું' સર્વનામ જીવજંતુઓ કે નિર્જીવ વસ્તુઓ માટે વપરાય છે.
૫. અનિશ્ચિત સર્વનામ :
૮૬
નીચેનાં વાક્યો વાંચો :
૧. કોઈની ખોવાયેલી પણ આ નોટ હોય.
૨. તેં કંઈક ગુમાવ્યું હોય એમ લાગે છે. ૩. મને કશું નથી થયું. ૪. તને કાંઈ થયું છે.
ઉપરનાં વાક્યોમાંનાં કોઈ, કંઈક, કશું, કાંઈ એ સર્વનામો કોઈ વ્યક્તિ કે બાબત સૂચવતી સંજ્ઞાઓ અંગે વપરાયાં છે. એ વ્યક્તિ કોણ હશે કે બાબત શી હશે એ નક્કી નથી. આમ, જે સર્વનામ કોઈ નિશ્ચિત પ્રાણી કે પદાર્થને મટે વાપરવામાં ન આવ્યું હોય તે અનિશ્ચિત સર્વનામ કહેવાય છે. ‘અનિશ્ચિત’ એટલે ‘નિશ્ચિત નહિ તે અર્થાત્ અનિશ્ચિતતાનો
ભાવ વ્યક્ત કરનાર,
'કોઈ', 'કોઈક' કે 'કોક' એ ત્રણે જુદે જુદે રૂપે, ‘કોઈ’, ‘કંઈક', ‘કંઈકે’, ‘કાંક’ એ ત્રણ જુદે જુદે રૂપે; 'કંઈ' અને ‘કશું’ કે ‘કશુંક’ એ બે રૂપે ‘કશું’ એ સર્વનામ વપરાય છે. ‘કંઈ’ અને ‘કશું’ એકબીજાને બદલે વાપરી શકાતાં સર્વનામ છે.
‘કેટલાક', ‘ઘણા’, ‘બીજા’, ‘બધા', ‘દરેક’, પ્રત્યેક', 'અમુક', ફલાણું વગેરે પણ અનિશ્ચિતપણાનો ભાવ બતાવતાં અનિશ્ચિત સર્વનામો છે.