________________
૧૨૦
સરળ ગુજરાતી વ્યાકરણ નામયોગીઓ આ સિવાયનાં છે : જેમ કે - વડે, વતી, થકી, દ્વારા, મારફત, સહિત, સાથે, સિવાય, વિના, લીધે, કારણે, પેઠે, માફક, માટે, કાજે, સારુ, ખાતર, કરતાં, તણું, કેરું, પાસે તરફ, સામું, અંદર, બહાર, ઉપર, નીચે. આગળ, સુધી વિશે વગેરે. મૂળભેદ અને પ્રેરકભેદ :
નીચેનાં વાક્યોમાં પદોનું કાર્ય તપાસો. કાનન દૂધ પીએ છે. માતા કાનનને દૂધ પાય છે. હેમેન્દ્ર રમે છે.. પિતા હેમેન્દ્રને રમાડે છે. દિલીપ ભણે છે.
શિક્ષક દિલીપને ભણાવે છે. અહીં પીએ છે” ક્રિયાપદનો કર્તા ‘કાનન' છે. એમાં કર્તા પોતાની ક્રિયા પોતે સીધેસીધી કરે છે. હેમેન્દ્ર જાતે રમે છે, દિલીપ જાતે ભણે છે. અહીં દરેક કર્તા પોતે જ ક્રિયાનું કર્તૃત્વ સંભાળે છે. પરંતુ પાય છે એ ક્રિયારૂપમાં મૂળનો કર્તા બીજાની પ્રેરણાથી ક્રિયા કરે છે. એમાં “માતા” ક્રિયા કરનાર નથી, પણ ક્રિયા કરવા માટે પ્રેરનાર કર્તા છે અને કાનની ક્રિયા કરવા માટે પ્રેરિત થનાર કર્મ બની જાય છે.
જે ક્રિયાપદમાં આ રીતે ક્રિયા જાતે કરવાનો નહિ પણ ક્રિયા કરવા માટે બીજાને પ્રેરવાનો ભાવ રહેતો હોય તે પ્રેરકભેદમાં છે એમ કહેવાય. ‘થાય છે'ની જેમ રમાડે છે’ અને ‘ભણાવે છે પણ પ્રેરકભેદમાં
મૂળ દાતુને (ક્રિયાપદના મૂળરૂપને) “આવ, ‘આ’’ કે ‘ડાવ પ્રત્યય લગાડવાથી પ્રેરક કે સાધિત ધાતુ બને છે. દા.ત. લખલખાવ. વાંચ-વંચાવ, બોલ-બોલાવ, રમ-રમાડ, ખા-ખવાડ કે ખવડાવ, પીપિવડાવ વગેરે.