________________
૧૯. વ્યુત્પત્તિ નીચેના શબ્દો તપાસો : (ક) ગૃહ, વર્ષ, દુગ્ધ, મનુષ્ય, દીપ, ઉત્સવ. (તત્સમ) (ખ) ઘર, વરસ, દૂધ, માણસ, દીવો, ઓચ્છવ. (તદુભવ) (ગ) ઝાડ. ખડકી, ટીપું, કડછી, ડુંગર, બોકડો. (દેશ્ય) (ઘ) અક્કલ, દોલત, કાયદો, દવા, ફતેહ, કેદ. (અરબી) (ચ) કાગળ, રૂમાલ, જખમ, નોકર, ચાકર, પેદાશ. (ફારસી) (છ) ટિકિટ, ટેબલ, બૂટ, નંબર, રેલવે, કૉલેજ. કંપની. (અગ્રેજી)
આ રીતે ગુજરાતી ભાષામાં તત્સમ, તદ્ભવ, દેય. અરબી, ફારસી. અંગ્રેજી વગેરે ભાષાઓમાંથી શબ્દો આવેલા છે.
(ક) જે સંસ્કૃત શબ્દો કશા ફેરફાર વગર ગુજરાતીમાં આવેલા છે. તે શબ્દો તત્સમ શબ્દો કહેવાય છે.
(ખ) સંસ્કૃતમાંથી ઉદ્ભવીને ફેરફાર સાથે ગુજરાતીમાં આવેલા છે તે તદ્ભવ શબ્દો છે. આવા શબ્દોની સંખ્યા સૌથી વધુ છે.
(ગ) જે શબ્દો દેશની મૂળ પ્રજાની ભાષામાંથી ઉદ્દભવ્યા છે તે શબ્દો દેશ્ય શબ્દો છે. તેમની સંખ્યા થોડી છે.
(ઘ-ચ) આ ઉપરાંત ગુજરાતી ભાષામાં વિદેશી મુસલમાની રાજ્યકાળ દરમિયાન અરબી-ફારસી શબ્દો પણ દાખલ થયા.
(ચ) અંગ્રેજી શાસન દરમિયાન અંગ્રેજી ભાષાનો પ્રચાર અને પ્રસાર વધતો જ ગયો અને અંગ્રેજી ભાષાના કેટલાય શબ્દો ગુજરાતી ભાષામાં દાખલ થયા.
અમુક શબ્દનું મૂળ શું ? તે કેવી રીતે બન્યો ? સંસ્કૃતમાંથી ગુજરાતી બનતાં તેમાં કેવો ફેરફાર થયો ? આ વિષય વ્યુત્પત્તિનો છે. શબ્દની વિશેષ કરીને ઉત્પત્તિ બતાવે તે વ્યુત્પત્તિ. વ્યુત્પત્તિથી શબ્દનો ચોક્કસ અર્થ નક્કી કરી શકાય છે. સંસ્કૃત શબ્દો વગર મહેનતે યાદ રાખી શકાય છે. આથી સંસ્કૃતનો અભ્યાસ સરળ થઈ પડે છે. જે શબ્દો ઉપલક દૃષ્ટિએ અર્થહીન લાગતા હોય તેની વ્યુત્પત્તિ તપાસતાં તેમાંથી ઘણું રહસ્ય જાણવા મળે છે. ઘણા શબ્દો દેશની સંસ્કૃતિ અને રીતરિવાજ
, ૧૨૧