SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ સરળ ગુજરાતી વ્યાકરણ ઉપર પ્રકાશ પાડે છે. આ રીતે વ્યુત્પત્તિનો અભ્યાસ ઘણો જ રસદાયક છે. મહાવરા માટે કેટલાંક ઉદાહરણો તપાસો. ૧. પિતા (સં.પા.=રક્ષા કરવી)–કુટુંબનું રક્ષણ કરનાર. ૨. પતિ (સં.પા.)–સ્રીની રક્ષા કરનાર. ૩. દુહિતા (સં.દુ–દોહવું)–પુત્રી. ગાય દોહવાનું કામ પુત્રી કરતી. ૪. ભાર્યા (સં.ભૂ.=ભરણપોષણ કરવું)–પતિ જેનું ભરણપોષણ કરે છે તે. પ. સંતાન (સં.સમ્=સારી પેઠે + તન્=ખેંચવું)જે વંશનો વેલો વધારે છે તે. ૬. ગોવાળ (સં.ગો+પાલ)–ગાયને પાળે તે. ૭. લુહાર (સં.લોહ–લોઢું+કાર–કરનાર)–લોઢાનું કામ કરનાર. ૮. દ્વિજ (દ્વિ=બે+જ=જન્મના)—જેને બે જન્મ છે તે. ૯. બજરંગ (સં.વજ+અંગ)-વજ્ર જેવું મજબૂત જેનું શરીર છે તે. ૧૦. હનુમાન (સં.હનુ=હડપચી+માન) જેની હડપચી મોટી છે તે. ૧૧. શંકર (સં.શમ્=સુખ+કર)–સુખ-કલ્યાણ કરનાર. ૧૨. શશી (સં. શસસલું + ઇનવાળું)–સસલાના આકારનું. ૧૩. કોહિનૂર (ફા. કોટ=પર્વત+અરબી નૂર=તેજ)—તેજના ભંડાર સમો હીરો. ૧૪. રૂમાલ (ફા. રૂ=ચહેરો+માલ=ઘસનાર) ચહેરાને ઘસી સાફ રાખનાર. ૧૫. સિતાર (ફા.સં.-ત્રણ+તાર)-મૂળ સિતારમાં ત્રણ તાર રાખવામાં આવતા. ૧૬. મુસાફર (અ.)–સફર કરનાર. ૧૭. દરજી (ડ્રા.) (દÁબળિયો)—બખિયા મારે તે દરજી. ૧૮. હમાલ (અ.) (હમ્માલ=ભાર ઊંચકનાર)–બીજાનો ભાર ઉપાડે તે. શબ્દોનાં મૂળ રૂપ : સંસ્કૃત અંગુલિકા કલિ ગુજરાતી આંગળી કેળ સંસ્કૃત કજ્જલ કુંભકાર ગુજરાતી કાજળ કુંભાર
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy