________________
૧૪. સર્વનામ : જાતિ, વચન અને વિભક્તિ
૧. એક સિંહ હતો. તે ઝાડ નીચે સૂતો હતો.
૨. બગીચામાં ઘણાં ફૂલ હતાં. કેટલાંક સુંદર હતાં, ને બીજાં સાધારણ હતાં.
ઉપરનાં વાક્યોમાં તે, કેટલાંક, બીજાં—એ શબ્દો અનુક્રમે સિંહ, ફૂલ એ નામોને બદલે વપરાયા છે. આવા, નામને બદલે વપરાતા શબ્દોને સર્વનામ કહે છે. સર્વનામથી વાક્ય ટૂંકું અને સરળ બને છે. જાતિ :
નામની માફક સર્વનામને પણ જાતિ હોય છે. જે જાતિ નામની હોય તે જ જાતિ તેને બદલે વપરાતા સર્વનામની ગણાય છે–જાતિને કારણે કેટલાંક સર્વનામનાં રૂપ બદલાય છે. દા.ત.,
નારી જાતિ
નાન્યતર જાતિ
પેલી
પેલું
શી
કઈ
જેવી
નર જાતિ
પેલો
શો
કયો
કર્યું
જેવો
જેવું
વગેરે. જ્યારે કેટલાંક સર્વનામનાં રૂપમાં જાતિને કારણે ફેરફાર થતો નથી. દા.ત., હું, તું, તે, તમે, કોણ, અન્ય વગેરે.
‘તે’ સર્વનામના નારીજાતિના રૂપમાં ‘તેણી’ વાપરે છે. તે ખોટું છે. સર્વનામની જાતિનો નિર્ણય પૂર્વાપર સંબંધ ઉપરથી અથવા ક્રિયાપદના રૂપ ઉપરથી કરી શકાય છે. જેમકે,
‘હું વાંચતો હતો.’ એમાં ‘હું’ની નરજાતિ છે. ‘કોણ આવ્યું હતું ?’ એમાં ‘કોણ’ની નાન્યતરજાતિ છે. સર્વનામનાં વચન :
નામની માફક સર્વનામને પણ વચન હોય છે. જે વચન નામનું હોય છે તે જ વચન તેને બદલે વપરાતા સર્વનામનું ગણાય છે. વચનને કારણે કેટલાંક સર્વનામનાં રૂપ બદલાય છે. દા.ત.,
હું (એ.વ.) – અમે (બ.વ.), તું તમે; તે—તે, તેઓ; એ એઓ;
જે–જેઓ.
૮૯