________________
સરળ ગુજરાતી વ્યાકરણ
સ્વાધ્યાય
૧. નીચેના પરિચ્છેદોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકી આખા ફકરા ફરી લખો :
૬૬
(અ) રાત્રિના ભયંકર અંધકારમાં હું એ વનમાં પહોંચ્યો કોઈ જ દેખાતું ન હતું દૂર દૂરથી વાઘ વરુ સિંહ અને અન્ય વિકરાળ પશુઓના અવાજ સંભળાતા હતા મેં મારી જાતને પૂછ્યું હું ક્યાં છું એનો કોઈ જવાબ ન જડ્યો કેવું ભયંકર વન.
(બ) ગોરસમાં દૂધ પાડવા જતાં માસીને કહેવાનું મન તો થયું લાકડાના અજવાળે તે કોઈ વળી ચોખા વીણતું હશે બુન પરંતુ આવું કંઈ ન કહેતાં એમણે ચોખ્ખી જ વાત-કરી ઓરી દેને બુન પારુડામાં અને બહાર ભસી રહેલા કૂતરા તરફ ચીઢને વાળી રહ્યાં મૂઆ કૂતરાનેયે ભસભસનો જ વ્યવહાર છે.
(ક) તેણે કહ્યું તમે એમાં દિલગીર શું થાઓ છો તેણે તાર મોકલ્યો છતાં રસોઈ બરાબર ન કરાઈ તેથી ભાઈ ઘણા ચિડાઈ ગયા તેમાં તમે શા માટે દિલગીર થાઓ છો ડોસા છતાં પણ શાંત જ રહ્યા નજર પણ ન ખસેડી વસ્તુસ્થિતિનો વધારે મર્મભાગ ખોલવાની જરૂર જણાઈ.