SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. પૂર્વ પ્રત્યય પ્રહાર (માર), સંહાર (નાશ), ઉપહાર (ભેટ), પ્રતિહાર (દ્વારપાળ) ઉપરના શબ્દો ધ્યાનપૂર્વક જોતાં જણાશે કે તે બધા એક જ સંસ્કૃત ધાતુ હ–હરવું પરથી બનેલા છે. પણ તેની આગળ પ્ર, આ, સમ, વિ. ઉપ, પ્રતિ, ઉત્, વગેરે અવ્યય લાગતાં અર્થ ફરી ગયો છે. આવી રીતે, જે અવ્યય નામની ધાતુની કે ધાતુ પરથી બનેલ શબ્દની પૂર્વે આવી અર્થમાં ફેરફાર કરે તેને પૂર્વગ કહે છે. (પૂર્વ = પહેલાં + ગ = જનારા). એમાં જે ધાતુની કે ધાતુથી ઉત્પન્ન થયેલા શબ્દની પૂર્વે આવે છે તે ઉપસર્ગ કહેવાય છે. ઉપસર્ગ પણ પૂર્વગ છે, પણ બધા પૂર્વગ ઉપસર્ગ નથી, સંસ્કૃતમાં ૨૦ પૂર્વગને જ ઉપસર્ગ નામ આપવામાં આવ્યું છે, તે આ મુજબ છે : પ્ર, પરા, અપ, સમ, અનુ, અવ, નિ, દુઃ, વિ, અધિ, સુ, ઉદ્, અતિ, નિ, પ્રતિ, પરિ, અપિ, ઉપ, અભિ અને આ. ઉપસર્ગ ૧. પ્ર : આગળ : પ્રગતિ, પ્રયાણ (યા = જવું), પ્રસ્થાન ઘણું : પ્રતાપ, પ્રયત્ન, પ્રકોપ, પ્રચંડ, પ્રલય ૨. પરા : સામે : પરાક્રમ, પરાવર્તન ઊલટું : પચજય અપ : ખરાબ : અપશબ્દ, અપમાન, અપકીર્તિ, અપયશ દૂર : અપહરણ, અપનયન સમ : સાથે : સંવાદ, સંગમ, સંયોગ, સંભાષણ સારી પેઠેઃ સંપૂર્ણ, સંયમ, સંતોષ, સમાન, સંતાપ અનુ : પાછળ : અનુચર, અનુગમન, અનુરાગ, અનુવાદ, અનુકરણ, અનુમતિ, અનુજ અવ : નીચે : અવતાર, અવતરણ, અવલોકન, અવનતિ. ખરાબ :અવગુણ, અવદશા, અવકૃપા, અવગતિ. - ': બહાર : નિર્ગમન, નિષ્ક્રમણ, નિરીક્ષણ. વિનાનું : નિર્ગુણ, નિર્મળ, નિર્લજ્જ, નિર્દય. છે us $ ६७
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy