________________
સરળ ગુજરાતી વ્યાકરણ
અહીં બંને વાક્યોમાં ક્રિયાપદો વર્તમાનકાળમાં છે, પણ બે વચ્ચે દેખીતી રીતે જ ફેર છે. એકનું રૂપ ક્રિયાપદ પરથી બન્યું છે, ત્યારે બીજાનું રૂપ ‘છે' ધાતુની સહાય લઈને બનાવવામાં આવ્યું છે. આમ, ક્રિયાપદના ધાતુ પરથી જે રૂપ બને તે શુદ્ધ કહેવાય અને ‘છે’ અથવા ‘હો’ ધાતુનાં વિવિધ રૂપોની સહાય લઈને બનાવવામાં તે સઘળાં રૂપો મિશ્ર કહેવાય. મુખ્ય ક્રિયાપદને આ રીતે સહાય કરનારાં ગૌણ ક્રિયાપદોને સાહાચ્યકારક ક્રિયાપદ કહે છે.
જે જે કાળનો અર્થ બતાવવા મિશ્ર રૂપોનો ઉપયોગ થાય છે તે તે કાળને મિશ્ર કાળ કહે છે.
૯૪
હવે દરેક કાળનાં શુદ્ધ અને મિશ્ર રૂપોની રચના અને તેમના પ્રયોગનો વિચાર કરીએ.
વર્તમાનકાળ
અમે-આપણે પાઠ વાંચીએ છીએ.
તમે પાઠ વાંચો છો.
વર્તમાનકાળ
અપૂર્ણ અથવા ચાલુ હું પાઠ વાંચું છું. પાઠ વાંચે છે. તે પાઠ વાંચે છે.
તેઓ પાઠ વાંચે છે.
આ વાક્યોમાં વાંચવાની પૂરી થઈ નથી, પણ ચાલુ હોઈ અપૂર્ણ છે એમ બતાવ્યું છે. આપણે જોયું કે શુદ્ધ વર્તમાનકાળનાં રૂપો વર્તમાનકાળમાં થતી ક્રિયા દર્શાવી શકતાં નથી. જૂની ગુજરાતી ભાષામાં તે રૂપો વર્તમાનકાળનો અર્થ બતાવી શકતાં હતાં. પણ વખત જતાં એ રૂપોનો અર્થ ઘસાઈ ગયો. એટલે શુદ્ધ વર્તમાનકાળનાં રૂપોને સાહાય્યકારક ક્રિયાપદોનાં રૂપો લગાડીને તેમાંથી વર્તમાનકાળનો અર્થ કાઢવામાં આવ્યો. વર્તમાનકાળની ક્રિયા દર્શાવવા માટે હવે શુદ્ધને બદલે આ મિશ્ર રૂપનો ઉપયોગ થાય છે.
અપૂર્ણ વર્તમાનકાળનાં રૂપો બીજા કેટલાક અર્થ પણ દર્શાવે છે : (૧) હું દ૨૨ોજ સવારમાં પ્રાર્થના કરું છું. (નિયમિત ક્રિયા કે ટેવ) (૨) મહેનત કરે છે તે સુખી થાય છે. (નીતિવચન) (૩) જહાંગીર જાય છે કે તરત શાહજહાં આવે છે. (પ્રત્યક્ષ ચિત્ર)