SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) ૧૬૦ સરળ ગુજરાતી વ્યાકરણ અન્ય ઉદાહરણ : (૧) પીળાં પર્ણો ફરી નથી થતાં કોઈ કાળે જ લીલાં ભાંગ્યાં હૈયાં ફરી નથી થતાં કોઈ કાળે રસીલાં. (૨) ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે. ઓટ પછી જુવાળ. (૩) જે રહે કલ્પવૃક્ષની તળે, તેને શી વસ્તુ નવ મળે ? જે જીવ જળમાં ક્રીડા કરે તે પ્રાણી ક્યમ તરસે મરે ? . મરતાં મરતાં સંતો બીજાંઓને સુખી કરે, , બળતો બળતો ધૂપ સુવાસિત બધું કરે. પવનપાંખે ઊડતું હરણબચ્ચે ઓચિંતુ જ સામે શિકારીને જોતાં ફફડી ઊઠે એમ ગોવાની હાજરીમાં સંતી ફફડી ઊઠી. દાતરડું ચલાવતી હોય એમ કરપ કરતાંકને સ્નેહીજનના સવાલને કાપી નાખ્યો. (૭) સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે. (૮) મેં તો દીઠો રાધાને સંગ ખેલંતો સાંવરો, પીળી છે પાંદડી ને કાળવો છે બાજરો. ના, બાપ, ના. સાચો અણિશુદ્ધ ગરાસિયો કાંઈ સતીને ભૂલે ? શંકર-પારવતીના જોગમાં કાંઈ મણા હોય ? (૧૦) કાળુ કલંક પણ ચંદ્રની શોભા વધારે છે તેમ ઉકરડો ગામની શોભા વધારે છે. (૧૧) ભેંસો દૂધ દેતી વખતે જેમ આંખ મીંચીને નિસ્તબ્ધ ઊભી રહે છે તેમ આકાશ તડકાની સેરો છોડતું જ રહે છે. (૧૨) અને બધી પાછી હવામાં ઝાડ હાલે એમ વાંકી વળી વળી હસવા લાગી. (૯) અર્થાન્તરજાસ : સામાન્ય વાતનું કોઈ વિશેષ વાત દ્વારા અથવા વિશેષ વાતનું સામાન્ય વાત દ્વારા થતું સમર્થન બતાવાય ત્યારે ત્યાં અર્થાન્તરન્યાસ અલંકાર છે. અર્થાન્તરન્યાસ એટલે બીજો અર્થ મૂકવો તે, એક વિધાનના સમર્થનમાં એ જ અર્થનું બીજું વિધાન મૂકવું તે. દા.ત.
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy