________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૯૭
અહીં ક્રિયા ભૂતકાળમાં થયેલી બતાવવા ઉપરાંત તે ક્રિયા નિયમિત થતી એમ સૂચવ્યું છે. નિયમિત ભૂતકાળનાં રૂપોમાં વર્તમાનકૃદંત મુખ્ય ક્રિયાપદ તરીકે આવે છે. તેને કોઈ સાહાય્યકારક ક્રિયાપદ લાગતું નથી. મિશ્ર ભૂતકાળ
અપૂર્ણ ભૂતકાળ : હું પાઠ વાંચતો હતો. પાઠ વાંચતો હતો. તે પાઠ વાંચતો હતો.
અમે-આપણે પાઠ વાંચતા હતા. તમે પાઠ વાંચતા હતા.
તેઓ પાઠ વાંચતા હતા.
અહીં ભૂતકાળમાં ક્રિયા રોજ થતી એમ દર્શાવ્યું છે. ક્રિયા ભૂતકાળમાં થઈ હોવા છતાં અપૂર્ણ છે, ચાલુ છે એવો અર્થ એમાંથી નીકળે છે. અપૂર્ણ ભૂતકાળમાં વર્તમાન કૃદંતનો મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય છે અને તેને સાહાયકારક ક્રિયાપદ ‘હો’નાં ભૂતકાળનાં રૂપો લાગે છે. પ્રથમ પૂર્ણ ભૂતકાળ :
મેં પાઠ વાંચ્યો હતો. તેં પાઠ વાંચ્યો હતો. તેણે પાઠ વાંચ્યો હતો.
દ્વિતીય પૂર્ણ ભૂતકાળ : મેં પાઠ વાંચેલો હતો. તેં પાઠ વાંચેલો હતો. તેણે પાઠ વાંચેલો હતો.
અમે-આપણે પાઠ વાંચ્યો હતો. તમે પાઠ વાંચ્યો હતો. તેમણે-તેઓએ પાઠ વાંચ્યો હતો.
અમે-આપણે પાઠ વાંચેલો હતો. તમે પાઠ વાંચેલો હતો.
તેમણે-તેઓએ પાઠ વાંચેલો હતો.
અહીં ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ છે એમ દર્શાવ્યું છે. તેમાં પ્રથમ પૂર્ણ ભૂતકાળ કરતાં દ્વિતીય પૂર્ણ ભૂતકાળમાં ક્રિયા દૂરના સમયમાં પૂરી થઈ ગયેલી સૂચવી છે. પ્રથમ કે દ્વિતીય પૂર્ણ ભૂતકાળનાં રૂપોમાં પ્રથમ કે દ્વિતીય ભૂતકૃદંત મુખ્ય ક્રિયાપદ તરીકે પ્રયોજાય છે અને તેને સાહાય્યકારક ક્રિયાપદ ‘હો’નાં ભૂતકાળનાં રૂપો લાગે છે. ઇચ્છાવાચક ભૂતકાળ :
હું પાઠ વાંચનાર-વાંચવાનો હતો.
મારે પાઠ વાંચવો હતો.
અમે-આપણે પાઠ વાંચનાર
વાંચવાના હતા.
અમારે પાઠ વાંચવો હતો.