SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સરળ ગુજરાતી વ્યાકરણ - કેમ લખવો તેની માહિતી મેળવવા માટે અને પ્રથમ નંબરે ઉત્તીર્ણ થવા માટે સતત મહેનત કરો. (બ) બેથી વધુ શબ્દો (પદો) કે શબ્દસમૂહ પછી ઃ (૧) કાનન, સ્તુતિ, ભારતી અને સોનલ ઉજાણીએ ગયાં. (ક) કોઈને સંબોધન કર્યા પછી : (૧) વિશાલ, તું ત્યાં જા. (૨) શિલ્પા, તારા અક્ષર સુંદર છે. (ડ) અવતરણચિહ્ન વાપરતાં પહેલાં : (૧) રાજાએ કહ્યું, “મારી પ્રજાનું સુખ એ જ મારું સુખ.” (૨) ગાંધીજીએ કહ્યું, “સ્વરાજ લીધા વિના હું પાછો નહિ આવું.' ૩. પ્રશ્નાર્થચિનઃ (?) પ્રશ્નાર્થચિન નીચે પ્રમાણે વાપરી શકાય ? વાક્યના અર્થમાં પ્રશ્નનો અર્થ સમાયેલો હોય અથવા કોઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે (પ્રશ્નાર્થક) વાક્યને અંતે પ્રશ્નાર્થચિન મુકાય છે. (૧) તમારું નામ શું ? (૨) તમને વેડમી ભાવે કે ગુલાબજાંબુ? (૩) બંદૂકની ગોળી કઈ બાજુથી આવી હતી ? (૪) તમે કાલે મારા ઘેર આવશો ? ૪. આશ્ચર્યવિરામ અથવા ઉગારચિહ્ન : (!). પ્રશંસા, શોક, આશ્ચર્ય, ધિક્કાર, હર્ષ વગેરે બતાવવા (ઉદ્ગારવાચક શબ્દ કે વાક્યને અંતે) આશ્ચર્યવિરામ મુકાય છે. (૧) શાબાશ ! તમે ખૂબ સરસ રમ્યા ! (૨) અફસોસ ! બિચારો કંઈ ન કરી શક્યો ! ” (૩) અરે ! આવું તો મેં ક્યાંય જોયું નથી ! (૪) ખબરદાર ! જો ફરીથી આવી ભૂલ કરી છે તો ! (૫) છ ! તારા જેવો હરામખોર મેં નથી જોયો. (૬) વાહ કેવો ભવ્ય સૂર્યોદય !
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy