________________
ર૭. ક્રિયાવિશેષણના પ્રકાર ક્રિયાવિશેષણ એટલે શું?
નીચેનાં વાક્યો વાંચો : ૧. છોકરો દોડ્યો.
૨. છોકરી દોડી. ૩. છોકરાં દોડ્યાં.
ઉપરનાં વાક્યોમાં ક્રિયાપદનાં ત્રણે રૂપો બદલાયાં છે. જે પદોના રૂપમાં જાતિવચન પ્રમાણે ફેરફાર થાય તેમને વ્યયી પદો અથવા વિકારી પદો કહે છે.
હવે નીચેનાં વાક્યો વાંચો : ૧. ગાયો ત્યાં ઊભી છે. ૨. બળદ ત્યાં ઊભો છે. ૩. ઊંટ ત્યાં ઊભું છે.
વાક્યમાં જે પદના રૂપમાં કદી પણ ફેરફાર થતો નથી તેવાં પદોને અવ્યય કહે છે.
હવે નીચેનાં વાક્યો વાંચો :* ૧. છોકરો ત્યાં ઊભો છે. ૨. છોકરી ત્યાં ઊભી છે. ૩. વીણા રોજ વાંચે છે. ૪. અરવિંદ સાંજે વાંચે છે.
પહેલા વાક્યમાં ઊભો છે એ ક્રિયાપદ છે. ત્યાં ઊભો છે. આમ ‘ત્યાં શબ્દ ક્રિયાનું સ્થળ બતાવે છે. સાથે સાથે ત્યાં શબ્દ ક્રિયાપદનાઅર્થમાં વધારો કરે છે.
ત્રીજા વાક્યમાં વાંચે છે એ ક્રિયાપદ છે. ક્યારે વાંચે છે? રોજ. આમ રોજ' શબ્દ ક્રિયાપદનો સમય બતાવે છે. સાથે સાથે રોજ ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે. ક્રિયાપદના અર્થમાં વધારો કરનાર શબ્દને ક્રિયાવિશેષણ કહે છે. ત્યાં અને “રોજ ક્રિયાવિશેષણ છે.
ક્રિયાવિશેષણ ક્રિયાપદના અર્થમાં વધારો કરતું હોવાથી વાક્યમાંથી તેને લઈ લેવામાં આવે તો વાક્યનો અર્થ અધૂરો લાગતો નથી. ઉપરનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણો લઈ લેવાથી આ હકીકત સમજાશે.
કોઈ વાર વાક્યમાં ક્રિયાવિશેષણના અર્થમાં વધારો કરનાર શબ્દ વપરાય છે. દા.ત. અનિલ બહુ-ઘણો મોડો આવ્યો. આવા શબ્દને
૧૮૯