________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૦૧ ઇચ્છવું, શાપ, ધમકી, પ્રાર્થના કે આશીર્વાદનો અર્થ નીકળે તે આજ્ઞાર્થનાં છે એમ કહેવાય. દા.ત. • •
(અ) જતા રહો (આજ્ઞા) (બ) ઘણું જીવજે (આશીર્વાદ). (ક) પ્રભુ તમને સહાય કરે. (પ્રાર્થના)
૩. વિધ્યર્થ : જે ક્રિયાપદ ફરજ કે કર્તવ્યનો અર્થ બતાવે તે વિધ્યર્થ છે એમ કહેવાય. દા.ત.
વિદ્યાર્થીએ રોજ સ્વાશ્રય કરવો. વડીલોની આજ્ઞા પાળવી.
૪. સંશયાર્થ કે સંભવનાર્થ : જે ક્રિયાપદ સંભાવના કે શંકાનો અર્થ બતાવે તે ક્રિયાપદ સંશયાર્થ કે સંભવનાર્થ છે એમ કહેવાય. દા.ત.
હું કદાચ તમને મળું. દિલીપ આવ્યો હોય. ૫. સંકેતાર્થ : જે ક્રિયાપદ સંકેત બતાવે તે સંકેતાર્થ હોય છે. દા.ત. તમે કૉલેજે જશો તો મને ગમશે. તમે ભણશો તો પરીક્ષામાં ઉત્તીર્ણ થશો.
૬. ક્રિયાતિપ્રજ્યર્થ : ક્રિયાની અતિપત્તિ – નિષ્ફળતા – ન થઈ હોય એવા અર્થ જે ક્રિયાપદમાંથી નીકળે તે ક્રિયાપદ ક્રિયાતિપત્યર્થ છે એમ કહેવાય. દા.ત.
જો તમે તેને ભણાવ્યો હોત તો તે વિદેશ જાત. એ આ કામ જરૂર કરત.
નીચેનાં વાક્યોમાં જુદા જુદા અર્થમાં વપરાયેલાં ક્રિયાપદો જુઓ : (ક) આ લેખ ગીતાએ લખ્યો છે. (નિશ્ચયાર્થ) . (ખ) મિત્રો, શાંતિ જાળવો. (આજ્ઞાર્થ) • (ગ) સૌએ ગુરુની શિખામણ માનવી. (વિધ્યર્થ) (ઘ) વહેલા ઊઠશો તો કામ થશે. (સંકેતાર્થ) (ચ) વરસાદ પડ્યો હોત તો મુશ્કેલી ટળી જાત. (ક્રિયાતિપત્યર્થ) (છ) કદાચ સાંજે અમે તમારે ત્યાં આવીએ. (સંશયાર્થ)
દરેક વાક્યોમાંનો કાળ તમે જાણો છો. બધા જ શુદ્ધ અને મિશ્ર કાળોમાં નિશ્ચયાર્થ અને સંકેતાર્થ રહ્યા હોય છે. આજ્ઞાર્થ અને વિધ્યર્થ માત્ર શુદ્ધ વર્તમાનકાળમાં જ હોય છે. દરેકનો એકેક નમૂનો આપ્યો છે તે પરથી તેનાં બીજાં રૂપો બનાવો : .