________________
પ્રયોજન અને અપેક્ષા ભારતીય પ્રાચીન સાહિત્ય વિશ્વભરમાં મોખરે છે. જેને તેમજ જૈનેતર દર્શનોના ગ્રંથો સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. તે ભાષાઓનું વ્યાકરણ શીખવામાં રસ પડે, સરળતા થાય તે માટે માતૃભાષા ગુજરાતીના વ્યાકરણનો બોધ જરૂરી છે. ત્રણ-ચાર મહિનાના ટૂંકા ગાળામાં ગુજરાતી વ્યાકરણનું જ્ઞાન થઈ જાય તો સંસ્કૃતપ્રાકૃતનાં જુદાં જુદાં પ્રકરણો સહેલાઈથી સમજી શકાય જેથી અભ્યાસ કરવામાં સમય ઘણો બચી જાય.
આ ઉપરાંત પ્રાકૃતવિશારદ પ. પૂજ્ય આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરિશ્વરજી મહારાજની પ્રાકતભાષાના ઉચ્ચ કક્ષાના અભ્યાસના પ્રસારની અંતરેચ્છા સાકાર કરવા ગુજરાતી વ્યાકરણનો પ્રથમ અભ્યાસ મારી દૃષ્ટિએ જરૂરી લાગ્યો. તે અભ્યાસ કરવાથી તેઓ શ્રીએ રચેલ
પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા નો અભ્યાસ કરવામાં ઉત્સાહ, ઉમંગ જરૂરથી વધશે એવી મારી દ્રઢ માન્યતા છે.
તે માટે ખૂબ તપાસ કરતા અમારા હાથમાં ડો. ભરતકુમાર ઠાકરે તૈયાર કરેલ “સરળ ગુજરાતી વ્યાકરણ' પુસ્તક આવ્યું. તે પુસ્તક અભ્યાસમાં સર્વગ્રાહી, સંપૂર્ણ લાગતા તેનું પુનર્મુદ્રણ કરાવવા વિચાર કર્યો.
અમારા સંસારી સંઘવી પરિવારના આઠ-આઠ સંયમીઆત્માઓનું જીવન-કવન અહીં અપ્રસ્તુત હોવા છતાં પુસ્તક જેઓના હાથમાં જશે તેઓને અનુમોદનીય અને સંયમ માટે પ્રેરણારૂપ બને તે જ માત્ર શુભાશય છે.