________________
૧૩. સર્વનામ
નીચેનાં વાક્યો વાંચો :
૧. હિનાએ કહ્યું, ‘હું કાલે આવીશ.’ ૨. સ્તુતિએ નીતિનને કહ્યું, તું શું કરે છે ?’
૩. એક સિંહ હતો. તે ઝાડ નીચે બેઠો હતો.
૪. મેદાન પર ઘણા છોકરા હતા. કેટલાક રમતા હતા ને બીજા બેઠા હતા.
પહેલા વાક્યમાં હિના માટે વપરાયેલ શબ્દ ‘હું’ છે.
બીજા વાક્યમાં બોલનાર અને સાંભળનાર અલગ છે. બોલનારે (સ્તુતિએ) સાંભળનાર માટે (નીતિન માટે) ‘તું વાપર્યું છે. ‘સિંહ’ માટે 'તે' શબ્દ વપરાયો છે. ‘છોકરા’ માટે ‘કેટલાક' અને ‘બીજા શબ્દો વપરાય છે.
હિના, સ્તુતિ, નીતિન, સિંહ અને છોકરા એ બધાં નામ (સંજ્ઞા છે. આ નામોને બદલે હું, તું, તે, કેટલાક અને બીજા આ શબ્દો વપરાય છે. નામને બદલે વપરાતા આ શબ્દો સર્વનામ કહેવાય છે. સર્વનામના ઉપયોગથી વાક્ય સરળ અને ટૂંકું બને છે.
સર્વનામના પ્રકાર આ પ્રમાણે છે :
૧. પુરુષવાચક સર્વનામ :
નીચેનાં વાક્યો વાંચો :
૧. કરણે પુલિનને કહ્યું. ‘હું અમદાવાદ જાઉં છું. તું આવે છે ?’ ૨. કરણે કહ્યું, નેહ આપણી સાથે આવશે ?’ ૩. પુલિને કહ્યું, ``તે જરૂર આવશે.’
ઉપરનાં વાંક્યોમાં હું, તું, તે આ સર્વનામો છે. પહેલા વાક્યમાં બોલનાર કરણ છે. કરણ માટે ‘હું' શબ્દ વપરાયો છે. સાંભળનાર પુલિન છે. પુલિન માટે ‘તું’ શબ્દ વપરાયો છે. બંને ‘નેહ’ વિશે વાત કરે છે. માટે ‘તે’ શબ્દ વપરાયો છે. ઉપરનાં વાક્યોમાં હું, તું, તે- આ બધાં સર્વનામો છે.
બોલનાર પહેલો પુરુષ કહેવાય. અહીં પહેલો પુરુષ 'કરણ' છે.
૮૩