________________
૧૮૬
સરળ ગુજરાતી વ્યાકરણ
વચન વિશેષણને લાગે છે. અહીં આ વિશેષણો કૃદંત છે. વિશેષણ તરીકે કૃદંત વપરાય છે ત્યારે તેને જાતિ અને વચન હોય છે. નામ તરીકે પણ કૃદંતને
જાતિ અને વચન હોય છે. કૃદંતની વિભક્તિ ઃ
નીચેનાં વાક્યો વાંચો : તરવામાં ઘણી કસરત મળે છે. તેને મારવાનો કોઈ હેતુ નથી. તમને રોકવાથી શું ફાયદો ?
ઉપરનાં વાક્યોમાં ‘તરવા’,‘ મારવા’ અને ‘રોકવા’ એ કૃદંતો છે. આ કૃદંતોને ‘માં’, ‘નો’, ‘થી’ પ્રત્યયો લાગ્યા છે. અહીં કૃદંતો નામ તરીકે
વપરાયાં છે.
૧.
૨.
૩.
પહેલાં વાક્યમાં ‘તરવામાં' કૃદંત સાતમી વિભક્તિમાં છે. બીજા વાક્યમાં ‘મારવાનો' કૃદંત છઠ્ઠી વિભક્તિમાં છે. ત્રીજા વાક્યમાં ‘રોકવાથી’ કૃદંત ત્રીજી વિભક્તિમાં છે. નામ તરીકે જ્યારે કૃદંત વપરાય છે ત્યારે તેને વિભક્તિનો પ્રત્યય પણ લાગે છે.
કૃદંતનાં કર્તા અને કર્મ :
જેમ ક્રિયાપદને કર્તા અને કર્મ હોય છે તેમ કૃદંતને પણ કર્તા અને કર્મ હોય છે.
અમે લતાને ગીત ગાતી જોઈએ છીએ.' ·
ઉપરના વાક્યમાં ‘જોઈએ છીએ’ ક્રિયાપદ છે. ‘અમે' કર્તા છે અને ‘લતાને’ કર્મ છે. અહીં ‘ગાતી’ એ કૃદંત છે. કોણ ગાતી ? ‘લતા’ કૃદંતનો કર્તા છે. શું ગાતી ? ‘ગીત’ કૃદંતનું કર્મ છે. આમ, ‘ગાતી’ કૃદંતને ‘લતા’ કર્તા છે અને ‘ગીત' કર્મ છે.
‘ગાતી’ કૃદંત ‘ગાવું’ ક્રિયાપદ પરથી બન્યું છે. રંગાવું’ ક્રિયાપદ સકર્મક છે. કૃદંતની ક્રિયા સકર્મક હોય તો તેને કર્મ પણ હોય છે.
લતાએ અમિતાભને દોડતો જોયો.”
અહીં ‘દોડતો’ કૃદંતનો કર્તા ‘અમિતાભ’છે પણ કર્મ નથી, કેમ