________________
૧. ભાષા એટલે શું ?
આપણે સૌ ભાષાનો ઉપયોગ કરીએ છીએ. ભાષા દ્વારા આપણે વિચારોની આપ-લે કરીએ છીએ, મૈત્રી બાંધીએ છીએ, જુદી જુદી વસ્તુઓનો અભ્યાસ કરીએ છીએ. અત્યાર સુધીમાં તમે અંગ્રેજી, હિન્દી, ગુજરાતી જેવી ભાષાઓ બોલતાં ને લખતાં તો શીખ્યા જ હશો. વાતચીતમાં પણ આપણે ‘આ અંગ્રેજી ભાષાની શ્રેષ્ઠ નવલકથા છે.' કે ‘આ હિન્દી ભાષાનું ઉત્તમ્ સર્જન છે.` કે ‘આ ગુજરાતીભાષી કવિ છે.’ જેવા પ્રયોગો ય કરીએ છીએ. પણ જ્યારે આપણે ભાષાવિજ્ઞાનનો અભ્યાસ શરૂ કરીએ છીએ ત્યારે ‘ભાષા’ એટલે શું તે સમજી લેવું ખૂબ જ જરૂરી છે. માનવીની સર્વોત્તમ શોધ છે તે ભાષા છે અને માનવીએ તેની પ્રાકૃત અવસ્થામાંથી અત્યાર સુધી જે પ્રગતિ .સાધી છે અને ભવિષ્યમાં તે હજુ વધુ ને વધુ વિકાસ સાધશે તેના મૂળમાં પાયારૂપ તો ભાષા જ રહેલી છે.
આપણે ભાષાની વાત તો કરીએ છીએ, પણ ‘ભાષા કઈ રીતે જન્મી ?’ એ પ્રશ્ન આપણને મૂંઝવે તે સ્વાભાવિક છે. ભાષાની ઉત્પત્તિ અંગે વિદ્વાનોમાં વિવિધ મતો પ્રવર્તે છે. માનવસંસ્કૃતિની શરૂઆતની દશામાં ભાષાનો વિકાસ થયા પછી માનવસંસ્કૃતિનું તે એક વિશિષ્ટ અંગ બની ગયેલ છે. તેથી જ ઇતિહાસ, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્રના અભ્યાસમાં ભાષા પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આપણે ભાષા માટે એટલું કહી શકીએ કે આપણા એકબીજાના વિચારોની આપલેનું અગત્યનું સાધન તે ભાષા છે. અમે પણ ભાષાના માધ્યમ દ્વારા જ તમને ‘ભાષા એટલે શું ?' સમજાવી રહ્યા છીએ ને ! પણ આ તો અમે વર્ણન કર્યું કહેવાય. આપણે ખ્યાલમાં રાખવું જોઈએ કે ‘વર્ણન’ અને ‘વ્યાખ્યા બંને જુદી બાબતો છે. વર્ણનમાં વિસ્તાર હોય, જ્યારે વ્યાખ્યા ટૂંકી અને સંપૂર્ણ હોય. ભાષાની ઉત્પત્તિ પહેલાં માનવી પોતાના વિચારોના વિનિમય માટે અભિનય, ઇશારા કે હાવભાવનો ઉપયોગ કરતો. આજે પણ સ્કાઉટ અને એન.સી.સી. વગેરેમાં આ પ્રકારની સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે જ. પરંતુ આ સંજ્ઞાઓ તો બાહ્ય વ્યવહારને પ્રગટ કરે છે, જ્યારે
૨