________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૨૦૩ બીજો પુરુષ એકવચન બતાવે છે. એટલે કે કર્તાને અનુલક્ષીને ક્રિયાપદો આવેલાં છે.
હવે ભૂતકાળની વાક્યરચના જુઓ. એમાં મેં અને તેં કર્તા-પદો છે. એટલે કે “એ-અનુગવાળાં સર્વનામ-રૂપો છે. કપાવ્યા અને કહી ક્રિયાપદો છે. એ અનુક્રમે પુંલ્લિંગ બહુવચન અને સ્ત્રીલિંગ એકવન બતાવે છે. નખ કર્મ છે. અને તે પુંલ્લિંગ બર્વચનમાં છે. વાત કર્મ છે અને તે સ્ત્રીલિંગના એકવચનમાં છે. આમ અહીં ક્રિયાપદો કર્મને અનુલક્ષીને આવેલાં છે.
વર્તમાનકાળની.વાક્યરચનાને ભૂતકાળમાં ફેરવવી હોય તો કર્તાને ‘એ અનુગ લગાડવો પડે અને ક્રિયાપદ તરીકે કર્મનાં લિંગ-વચન લેતું ભૂતકૃદંત ક્રિયાપદ તરીકે વાપરવું પડે.
- ભૂતકાળની વાક્યરચનાને વર્તમાનકાળમાં ફેરવવી હોય તો કર્તાનું ‘એ અનુગ વિનાનું રૂપ વાપરવું પડે અને ભૂતકૃદંતની જગ્યાએ કતાના પુરુષવચન પ્રમાણેનું ક્રિયાપદ-રૂપ વાપરવું પડે. સાદી અને પ્રેરક વાક્યરચના :
ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા પ્રેરવાનો અર્થ હોય ત્યારે વાક્યરચના પ્રેરક બને છે. બાળક દૂધ પીએ છે.” એ સાદી વાક્યરચના છે, પણ માતા બાળકને દૂધ પાય છે. એ પ્રેરક વાક્યરચના છે. પહેલા વાક્યમાં બાળક પીવાની ક્રિયા કરે છે એટલો જ અર્થ છે. બીજા વાક્યમાં માતા બાળકને પીવાની ક્રિયા કરવા પ્રેરે છે એવો અર્થ છે. .
સાદી અને પ્રેરક વાક્યરચનામાં એટલી જ ફેર છે કે પ્રેરક વાક્યરચનામાં ક્રિયાપદ પ્રેરકવાળું હોય છે.
નીચે સાદી વાક્યરચનાઓને પ્રેરક વાક્યરચનાઓમાં કઈ રીતે ફેરવેલ છે તે જુઓ : (૧) હું વાર્તા વાંચું છું હું વાર્તા વંચાવું છું. (૨) સ્તુતિએ ગીત ગાયું ઃ સ્તુતિએ ગીત ગવડાવ્યું.
અહીં મૂળ કર્તાને જ પ્રેરક કર્તા બનાવી દીધો છે. (૩) હું વાર્તા વાંચું છું. હું પુલિન પાસે વાર્તા વંચાવું છું. (૪) સ્તુતિએ ગીત ગાયું ઃ સ્તુતિએ હેતલને ગીત ગવડાવ્યું.