________________
૨૧૬
સરળ ગુજરાતી વ્યાકરણ
(૧૪) શબ્દના બંધારણમાં ‘‘ પછી સ્વર આવતો હોય તો તે ‘ઈ’ ને હ્રસ્વ રાખી સ્વરની પહેલાં ‘ય’ ઉમેરીને લખવું. દા.ત. દરિયો, કડિયો, રૂપિયો, ધોતિયું, પિયર, સહિયર, કાઠિયાવાડ વગેરે.
(૧૫) બહેન, વહાલું, પહોળું, મહાવત, પહેરણ, રહેઠાણ, મહેરબાન, કહે, મહોર એવા શબ્દોમાં ‘હ’ને આગળના અક્ષર સાથે જોડીને લખવો નહીં, પણ જુદો પાડીને લખાય. ‘વ્હેન’ ‘વ્હેરણ’ખોટું છે.
(૧૬) સજા, જિંદગી, સમજ એમાં ‘જ’ લખવો. તેમ જ ‘ગોઝારું’, ‘મોઝાર’માં ‘ઝ' લખવો. સાંજ-સાંઝ, મજા-મઝા બંને ચાલે છે.
(૧૭) ભૂલ-ભૂલાવું. મૂક-મુકાવું, મુકાવવું, શીખ-શિખાઉ,નીકળનિકાલ, ઊઠ-ઉઠાડ, પૂછવું-પુછાવવું, જીવવું, જિવાડવું એ પ્રમાણે લખવું. પરંતુ અનુસ્વારવાળા શબ્દોમાં આ નિયમ ભાગ્યે જ લાગુ પડે છે. દા.ત. ગૂંથવું-ગૂંથાવવું, ચૂંથવું-ચૂંથાવવું, ભૂંસવું-ભૂંસાવવું.
(૧૮) ચાર કે તેથી વધુ અક્ષરના શબ્દમાં પહેલા અક્ષરમાં ઇ કે ઉ હ્રસ્વ લખાય છે. દા.ત. હિલચાલ, હિમાચલ, હુલામણું, ખિસકોલી, શિખામણ, કિલકિલાટ, ટિપણિયો વગેરે.
જોડણીદોષ :
વ્યાકરણના અજ્ઞાનને લીધે વિદ્યાર્થીઓ જોડણીમાં વિવિધ દોષો કરે છે. આ દોષોથી દૂર રહીએ તો ભાષા શુદ્ધ બને. ૧. અક્ષરદોષ :
વિદ્યાર્થીઅક્ષર કેમ લખવો તે જાણતો નથી તેથી તેમ જ ઉચ્ચારંણના અજ્ઞાનને લીધે આ દોષનો ભોગ બને છે. દા.ત.,
અશુદ્ધ : મને સંસંગ ગમતો નથી.
शुद्ध : મને સંસર્ગ ગમતો નથી.
અશુદ્ધ : સારી વ્યક્તિથી સૌ આર્દ્રષિત થાય છે.
શુદ્ધ
: સારી વ્યક્તિથી સૌ આકર્ષિત થાય છે.