________________
૧૨. નામ (સંજ્ઞા) પ્રાણી, પદાર્થ અને માણસને ઓળખવા માટે જે નિશાની વાપરીએ છીએ તેને નામ કહેવામાં આવે છે. નામને સંજ્ઞા પણ કહે છે.
(૧) હેતલ, અરુણા, કાનન, પુલિન, (૨) માણસ, વાઘ, સિંહ, કૂતરો, બિલાડી, (૩) પંખો, બારી, ઓશીકું, પેન, ટેબલ વગેરેને આપણે જુદાં જુદાં નામથી ઓળખીએ છીએ.
(૪) જુદી જુદી લાગણીઓ અને જુદા જુદા ગુણોને પણ આપણે જુદાં જુદાં નામથી ઓળખીએ છીએ. જેમ કે પ્રેમ, ક્રોધ, ડહાપણ, ઊંડાણ, ધીરજ, શાંતિ, મીઠાશ વગેરે..
(૫) એ જ પ્રમાણે જુદી જુદી જાતની ક્રિયાઓને પણ આપણે જદાં જુદાં નામથી ઓળખીએ છીએ. જેમ કે, વાચન, લેખન, ભણતર, ગણતરી. સફાઈ વગેરે.
આમ કોઈ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ કે ક્રિયાને ઓળખાવતાં પદોને સંજ્ઞા કહેવામાં આવે છે.
નીચેનાં વાક્યો વાચો : (૧) ધીરુભાઈ અમારા આદર્શ શિક્ષક છે. (૨) ગંગા ઘણી લાંબી નદી છે. (૩) ભારત મારો દેશ છે.' (૪) કમળ એક ફૂલનું નામ છે. .
(૫) ગાય ઉપયોગી પ્રાણી છે. . ધીરુભાઈ અને શિક્ષક વચ્ચે શો ફેર જણાય છે ? “ધીરુભાઈ સંજ્ઞા કોઈ ચોક્કસ વ્યક્તિને દર્શાવે છે. શિક્ષક સંજ્ઞા કોઈપણ વ્યક્તિ માટે વાપરી શકાય. એટલે કે એ સંજ્ઞા એક આખા વર્ગ કે જાતિને દર્શાવે છે.
જે સંજ્ઞાઓ કોઈ ચોક્કસ એક જ વ્યક્તિને દર્શાવે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં ઓ છે. જેમ કે, ધીરુભાઈ, ગંગા. ભારત.
જે સંજ્ઞાઓ વર્ગ કે જાતિને કે અનેક વ્યક્તિઓને દર્શાવે છે તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જેમકે શિક્ષક, નદી, દેશ, કમળ, ફૂલ, ગાય, પ્રાણી.