________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૧૩ ઉપરનાં વાક્યોમાં ક્રિયાપદને કર્મ નથી. (ક્રિયાનો કરનાર અને એમાં ફળ ભોગવનાર કર્તા જ છે.) આ ક્રિયાપદ અકર્મક ક્રિયાપદ છે. જે ક્રિયાપદને કર્મ હોતું નથી તે ક્રિયાપદ અકર્મક (અકર્મકર્મ વિનાનું) ક્રિયાપદ કહેવાય છે.
આ ઉપરાંત, નીચેનાં વાક્યો પણ જુઓ: (૧) શિક્ષકે પુલિનને ઇનામ આપ્યું. (૨) બાએ શૈલને બોર આપ્યાં.
ઉપરના દરેક વાક્યમાં બે કર્મ છે. ક્રિયાપદ જ્યારે બે કર્મ લે છે ત્યારે તે દ્વિકર્મક (દ્ધિ+કર્મક=બે કર્મ કર્મવાળું) ક્રિયાપદ કહેવાય છે. કૃદંત :
નીચેનાં વાક્યો વાંચો : (૧) ઝાઝું દોડ્યે વહેલાં થકાય. (૨) હું મારાં મહત્ત્વનાં કામ છોડી અહીં આવ્યો છું. (૩) કેટલાક લોકો બીજા માટે કંઈ પણ કરવા તૈયાર નથી હોતા.
આમાંના મોટા અક્ષરોવાળા શબ્દો વડે ક્રિયાનો અર્થ સમજાય છે, પણ વાક્યનો અર્થ પૂરો થતો નથી. “દોડ્યું, “છોડી અને ‘કરવા એ શબ્દો વડે વાક્યનો અર્થ પૂરો થતો નથી તેમ જ તેનાથી કાળ વિશે કે કર્તા વિશે કશું જાણવા મળતું નથી. એટલે એ ક્રિયાપદ નથી. આના જેવાં, અધૂરી ક્રિયા દર્શાવનાર પદોને કદંત કહેવામાં આવે છે.
ક્રિયાપદ પૂરેપૂરી ક્રિયા દર્શાવે છે. કૃદંત અધૂરી ક્રિયા દર્શાવે છે. કાળ : - ક્રિયાપદોના મુખ્ય કાળ ત્રણ છે : ભૂત, વર્તમાન અને ભવિષ્ય. અને એકેએક ક્રિયા આ ત્રણમાંના કોઈ પણ એક કાળમાં બનતી હોય છે એ ખરું, પણ કેટલીક વાર એકના એક કાળનું રૂપ જુદા જુદા અર્થમાં વાપરવામાં આવે છે. '
(અ) વર્તમાનકાળ : નીચેના વાક્યો જુઓ : (૧) અરુણા ચિત્ર ચીતરે છે. (વર્તમાનકાળ) (૨) હું રોજ સવારે ફરવા જાઉં છું. (હંમેશ થતી ક્રિયા)