________________
૧૧૪
સરળ ગુજરાતી વ્યાકરણ (૩) એક હતો ચકલો, એક હતી ચકલી. ચકલી કહે, હું દાળનો દાણો લાવું. ચકલો કહે, હું ચોખાનો દાણો લાવું, (ઐતિહાસિક વર્તમાનકાળ)
(૪) મીરાંબાઈ કહે છે, “આવતાં ને જાતાં મારગ વચ્ચે અમૂલખ વસ્તુ જડી.” (અવતરણ').
(૫) હજી હમણાં જ તમે વચન આપો છો ને હમણાં) જ ફરી બેઠા? (નિકટનો ભૂતકાળ)
(૬) (અ) આવતી કાલે સવારમાં જ હું તમારે ત્યાં આવું છું. (નિકટને ભવિષ્યકાળ) *
(આ) તમે ચાલતા થાઓ, હું આવું છું. (નિકટનો ભવિષ્યકાળ)
(૭) ઊભા રહો, આ વાત હું બાપુજીને કહી દઉં છું. (નિસંશય ભવિષ્ય)
(૮) ચાલો, હું તમને એક નાટક બતાવું. (ઉદેશ)
ક્રિયા દરરોજ કે અમુક વખતે થતી હોય અથવા આજે કે અત્યારે થતી હોય એવું બતાવનાર ક્રિયાપદ વર્તમાનકાળનું છે એમ કહેવાય. એ રીતે જોતાં વર્તમાનંકાળ દરરોજની અમુક સમયની કે આજની કે અત્યારની અથવા વર્તમાનમાં થતી ક્રિયાનું સૂચન કરે છે.
(બ) ભૂતકાળ : નીચેના વાક્યો જુઓ : (૧) આ વર્ષે ટાઢ ખૂબ પડી. (ભૂતકાળ) (૨) આટલું વાંચી લીધું કે આ ઊઠ્યો. (ભવિષ્ય) (૩) તમે આગળ જાઓ; હું આ આવ્યો. (નિકટનો ભવિષ્ય) (૪) જો, આ રોહિણી આવી. (વર્તમાન) (૫) આમાં કંઈ શંકા નથી, સમજ્યો ? (પ્રશ્ન)
ઉપરનાં વાક્યોમાંનાં ગાઠા અક્ષરોમાંનાં ક્રિયાપદો – પડી. ઊઠ્યો. આવ્યો. આવી, સમજ્યો – ક્રિયા પૂરી થઈ ગયેલી કે બની ચૂકેલી હોય તેનું સૂચન કરે છે. આ ક્રિયાઓ થઈ ગઈ છે. વર્તમાનમાં કે હાલમાં થતી નથી.) ક્રિયા થઈ ગયેલી છે એના અર્થનું સૂચન કરનાર ક્રિયાપદ ભૂતકાળનું (ભૂત બનેલું, થયેલું) છે. એનો કાળ ભૂતકાળ છે.