________________
સરળ ગુજરાતી વ્યાકરણ
(૭)
૨૧૩
‘લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. એ વાત દેવાત સમજતો
હતો.’
આ બે વાક્યો જોતાં સમજાશે કે દેવાત જે વાત સમજતો હતો તે હતી લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. દેવાત શું સમજતો હતો ? લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. આમ, ‘સમજતો હતો’ ક્રિયાપદનું કર્મ પહેલું વાક્ય છે. એટલે બીજું વાક્ય પહેલાં લઈ ‘કે’ સંયોજકથી પહેલા વાક્યને જોડતાં સંકુલ વાક્ય બનશે :
દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. (સંકુલ વાક્ય) (૮) 'માણસમાં યાચનાવૃત્તિ જાગે છે. તે વખતે તેનું તેજ, ખુમારી અને વ્યક્તિત્વ ઢીલાં ઘેંસ જેવાં થઈ જાય છે.’
આ વાક્યો વચ્ચે એક સમયનો સંબંધ કલ્પી શકાય તેમ છે. એટલે આ વાક્યોને ‘જ્યારે-ત્યારે કે ‘ત્યારે’થી જોડી સંકુલ વાક્ય બનાવી શકાશેઃ ‘માણસમાં જ્યારે યાચનાવૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ, ખુમારી અને વ્યક્તિત્વ ઢીલાં ઘેંસ જેવાં થઈ જાય છે.’ (સંકુલ વાક્ય)
(૯) ‘આજે આ સ્થળે ગાંધીસંગ્રહનાં આધુનિક છતાં સાદી ઢબનાં મકાન છે. ત્યારે તે સ્થળે ખેતર હતું.’
અહીં બે વાક્યો વચ્ચે સ્થાનનો સંબંધ છે. તેથી આ બંને વાક્યોને જોડવા ‘જ્યાં-ત્યાં’ એ સંયુક્તસંયોજકો વાપરી સંકુલ વાક્ય બનાવી શકાશે. ‘જ્યાં આજે ગાંધીસંગ્રહનાં આધુનિક છતાં સાદી ઢબનાં મકાન છે, ત્યાં ત્યારે ખેતર હતું.' (સંકુલ વાક્ય)
(૧૦) ‘હું મરી જાઉં. મારાથી માને ળાય.'
અહીં પહેલું વાક્ય બીજા વાક્યની ક્રિયાની શરત સૂચવે છે એટલે બંને વાક્યોને જોડવા ‘જો-તો' એ સંયુક્તસંયોજકોનો ઉપયોગ કરીને સંકુલ વાક્ય બનાવી શકાશે :
‘જો હું મરી જાઉં તો મારાથી માને મળાય.’ (સંકુલ વાક્ય)