SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩. અવ્યય : પ્રકાર નામ,સર્વનામ, વિશેષણ અને ક્રિયાપદ એ એવી જાતનાં પદો છે કે જુદે જુદે વખતે તેમનાં રૂપોમાં કંઈ ને કંઈ ફેરફાર થાય છે. જેમ કે, સર્વનામ : અમ-અમારું-અમારાં, તું-તને, તમે-તમને, તે-તેણેતેમાં, આપણે-આપણો-આપણાથી. નામ છોકરો-છોકરી-છોકરું, છોકરા-છોકરાઓ, છોકરાં, છોકરાને, છોકરાથી, છોકરામાં વગેરે. વિશેષણ : સારો સારી-સારં-સારા-સારાં વગેરે. ક્રિયાપદ : આવે છે-આવ્યો-આવશે-આવું છું-અવાય છે-આવશેઆવ વગેરે. આમ, નામ, સર્વનામ, વિશેષણ અને ક્રિયાપદ એ ચારમાં ફેરફાર થાય છે. આ ફેરફાર માટે વ્યયી” શબ્દ વપરાય છે. હવે નીચેનાં વાક્યો તપાસો : પુલિન જલદી આવો. કાનન જલદી આવી. પંખી જલદી આવ્યું. ઉપરનાં વાક્યોમાં ‘આવ્યો, ‘આવી’, ‘આવ્યું એમ ફેરફાર થાય છે. પરંતુ “જલદી શબ્દ તો એમનો એમ જ રહે છે. એમાં ફેરફાર થતો નથી. જે શબ્દમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી તે અવ્યય કહેવાય છે. અવ્યયના ચાર પ્રકાર છે : (૧) ક્રિયાવિશેષણ અવ્યય, (૨) નામયોગી અવ્યય, (૩) ઉભયાન્વયી અવ્યય અને (૪) કેવળપ્રયોગી અવ્યય. ૧. ક્રિયાવિશેષણ અવ્યય : જે પદ નામના અર્થમાં વધારો કરે તે પદ વિશેષણ કહેવાય છે. વિશેષણનું કાર્યનામના અર્થમાં વધારો કરવાનું છે. પણ જે પદ ક્રિયાપદના અર્થમાં વધારો કરે તેને ક્રિયાવિશેષણ કહે છે. નીચેનાં વાક્યો જુઓ : ૧૭૦
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy