________________
પરમ પૂજ્ય આચાર્યભગવંત વ્યાકરણાચાર્ય શ્રીમદ્ વિજય સોમચંદ્રસૂરિજી મહારાજ સાહેબ
સંવત ૨૦૨૫ની સાલમાં માત્ર તેર વર્ષની બાળવયે શાંતિલાલ ચીમનલાલ સંઘવી અને ઢબલીબહેન-વિરમતિબહેનના પનોતાપુત્ર શ્રી હેમંતકુમારે ગિની નયનાબેન (ઉ. પંદર) સાથે એક જ દિવસે પૂ. કાકા તથા પૂ.દાદાજીના પગલે મોક્ષમાર્ગના પ્રવેશદ્વાર એવી ભાગવતી પ્રવજ્યા સૌ કુટુંબીજનોની સજળ સંમતિએ ગ્રહણ કરી. મુનિ સોમચંદ્ર બન્યા. ભણવામાં હોશિયાર અને સંસ્કૃત સાથેની માયાએ
વિજય મુંબઈની ભારતીય વિદ્યાભવન વિદ્યાલયમાંથી વ્યાકરણના ગંભીર વિષયો સાથે પરીક્ષા આપી. પ્રત્યેક પ્રશ્નપત્રમાં હાઇએસ્ટ માર્ક્સ સાથે વિદ્યાલયનો સો વર્ષનો રેકોર્ડ તોડી સુવર્ણચંદ્રક સાથે વ્યાકરણાચાર્ય બન્યા. ગુરુ શ્રી પ.પૂ.આ.ભ. અશોકચંદ્રસૂરિજીની છત્રછાયામાં ગુરુસમર્પણ ભાવે ઉત્કૃષ્ટ આરાધના અને પ્રાકૃત પ્રત્યેની લગનથી પ્રાચીન હસ્તલિખિત પ્રતો અને સંશોધનકાર્ય કરતા પ્રસિદ્ધ અને અનેક ભાષાઓના જાણકાર એવા પૂ.જંબુવિજયજી મહારાજ સાહેબના સથવારે વિવિધ ગ્રંથોના અને જ્ઞાનભંડારોના મહામૂલા પુસ્તકો તથા પ્રતોની આધુનિક ટેકનીકલ સ્કેનિંગ પદ્ધતિથી સંરક્ષણ, સંશોધન અને માવજતકર્તા બન્યા. સં. ૨૦૫૨માં સુરત મુકામે આચાર્ય પદવી પ્રાપ્ત કરી. આચાર્યપદ પ્રદાનની આમંત્રણપત્રિકા હસ્તલેખિત પોસ્ટકાર્ડ છાપી નવો ઇતિહાસ રચ્યો. તથા નેત્રયજ્ઞ, રક્તદાન, જયપુર ફૂટ કેમ્પ, વિવિધ રોગ નિદાન કેમ્પના આયોજન થયા. પૂ. ગુરુભગવંતની આજ્ઞા શીરોમાન્ય રાખી આચાર્યપદવી પછી સતત નવ વાર સૂરિમંત્રના પાંચેય પ્રસ્થાનોની વિધિપૂર્વક પુલકિત હૃદયે આરાધના પૂર્ણ કરી. પરમ ઉપકારી માતાપિતાને સં. ૨૦૫૩માં સંયમ માર્ગે પ્રસ્થાન કરાવ્યાં અને ‘બા’ મહારાજના હુલામણા નામે પ્રસિદ્ધ બની ફક્ત ચાર વર્ષના દીક્ષા પર્યાયમાં સંયમની ઉત્કૃષ્ટ શ્રેણીની આરાધના કરી પ.પૂ.સા.શ્રી ઉપશાંત શ્રીજી કાળધર્મ પામ્યા.
14