________________
૧૧૬
સરળ ગુજરાતી વ્યાકરણ દ્વિતીય શુદ્ધ ભૂતકાળઃ મેં પુસ્તક વાંચેલું. તૃતીય શુદ્ધ ભૂતકાળ : હું હંમેશાં પુસ્તક વાંચતો. શુદ્ધ ભવિષ્ય : હું પુસ્તક વાંચીશ.
આ વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળનાં બધાં રૂપો એકલા ક્રિયાપદના ધાતુ પરથી જ બનેલાં હોવાથી એ શુદ્ધ કાળનાં રૂપો કહેવાય છે. મિશ્ર કાળ :
જેમાં મુખ્ય ધાતુના કૃદંતની સાથે છે અથવા તો ધાતુના કોઈ રૂપનું મિશ્રણ કરવામાં આવે છે તે મિશ્ર કાળનું રૂપ કહેવાય છે તે આપણે જાણીએ છીએ. એ મિશ્ર રૂપો પણ ત્રણે કાળનાં હોય છે.
મિશ્ર વર્તમાનકાળ :
(અ) અપૂર્ણ વર્તમાન : “હું પુસ્તક વાંચું છું. અહીં વાંચવાની ક્રિયા હજી પૂરી નથી થઈ, માટે અપૂર્ણ વર્તમાનકાળ.
(બ) પ્રથમ પૂર્ણ વર્તમાન : “મેં પુસ્તક વાંચ્યું છે. અહીં બોલતાં પહેલાં થોડી વારે ક્રિયા પૂરી થઈ ગઈ છે.
(ક) દ્વિતીય પૂર્ણ વર્તમાન : મેં પુસ્તક વાંચેલું છે. અહીં વાંચેલું દૂરના સમયે સૂચવે છે માટે દ્વિતીય પૂર્ણ. (ડ) ઇચ્છાવાચક વર્તમાન : ૧. હું પુસ્તક વાંચનાર છું.
૨. પુસ્તક વાંચવાનો છું.
૩. મારે પુસ્તક વાંચવું છે. આ ત્રણે વાક્યોમાં ક્રિયા ભવિષ્યમાં થવાની છે, પણ તેને વર્તમાનકાળમાં કહેવામાં આવી છે. આમ અહીં વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું મિશ્રણ થયેલું છે.
મિશ્ર ભૂતકાળ :
(અ) અપૂર્ણ ભૂતકાળ : હું પુસ્તક વાંચતો હતો. વાંચવાની ક્રિયા ચાલુ હતી.
(બ) પ્રથમ પૂર્ણ ભૂતકાળ : “મેં પુસ્તક વાંચ્યું હતું.” (ક) દ્વિતીય પૂર્ણ ભૂતકાળ : “મેં પુસ્તક વાંચેલું હતું.” (ડ) ઇચ્છાવાચક ભૂતકાળઃ ૧. હું પુસ્તક વાંચનાર હતો.
૨. હું પુસ્તક વાંચવાનો હતો. ૩. મારે પુસ્તક વાંચવું હતું.