________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૨૧૧
(૮) એક વાક્યની ક્રિયા માટે બીજું વાક્ય શરતરૂપે આવે ત્યારે ‘જો-તો' સંયુક્ત સંયોજકના ઉપયોગ કરીને વાક્યો જોડવાં. નીચેનાં ઉદાહરણોનો અભ્યાસ કરવાથી સાદાં વાક્યોનું સંયુક્ત કે સંકુલ વાક્યરૂપે કેવી રીતે સંયોજન થાય છે તેનો ખ્યાલ આવશે : (૧) ‘ગુજરાત, તારી ધરતીમાં કૈંક રત્નો પાક્યાં હૈં, તને એની કિંમત રહી નથી.’
આ બંને વાક્યોના અર્થમાં વિરોધનો ભાવ છે. પહેલા વાક્યમાં ગુજરાતની ધરતીમાં રત્નો પાક્યાં હોવાની વાત છે અને બીજા વાક્યમાં ગુજરાતને એની કિંમત ન હોવાની વાત છે. એટલે આ બંને વાક્યોને ‘પણ’, ‘પરંતુ’, ‘જો કે’ જેવાં સંયોજકોથી જોડીને સંયુક્ત કે સંકુલ વાક્ય બનાવી શકાશે :
`ગુજરાત, તારી ધરતીમાં કૈંક રત્નો પાક્યાં છે. પણ(પરંતુ) તને એની કિંમત રહી નથી.’ (સંયુક્ત વાક્ય)
‘ગુજરાત, જો કે તારી ધરતીમાં કૈંક રત્નો પાક્યાં છે, છતાં પણ તને એની કિંમત રહી નથી.' (સંકુલ વાક્ય)
(૨) ખેડૂત ડરીને દુઃખ વેઠે છે. તે જાલિમની લાતો પણ ખાય છે.'
ખેડૂતની ‘દુઃખ વેઠવાની’ વાતની સાથે ‘જાલિમની લાતો' ખાવાની વાત ઉમેરાઈ શકે એવી છે, એટલે આ વાક્યોને ‘ને’, ‘અને’ જેવા ઉભયાન્વયીથી જોડીને સંયુક્ત વાક્યબનાવી શકાય છે. જુદાં જુદાં વાક્યોમાં જે પદો બે વાર આવે તેમને બે વાર મૂકવાની જરૂર નથી, એટલે બીજા વાક્યનું ‘તે’ કર્તા-પદ સંયોજક તરીકે વપરાશે નહિ :
ખેડૂત ડરીને દુઃખ વેઠે છે ને(અને) જાલિમની લાતો ખાય છે.’ (સંયુક્ત વાક્ય) (૩) 'હું મારા અમુક મિત્રની કોઈ પણ વસ્તુને છેડું છું. એ વસ્તુ તદ્દન બગડી જાય છે.’
અહીં પહેલા વાક્યમાં કારણ છે અને બીજા વાક્યમાં તેનું પરિણામ દર્શાવ્યું છે. તેથી આ વાક્યોને ‘એટલે, ‘તેથી’ જેવાં સંયોજકો વડે જોડી સંયુક્ત વાક્ય બનાવી શકાશે.